પોરબંદર

વડાપ્રધાન મોદી ના કાફલા ની સુરક્ષા માં પંજાબ સરકાર નિષ્ફળ ગઈ હોવાના આક્ષેપ સાથે પોરબંદર જીલ્લા યુવા ભાજપ દ્વારા મશાલ રેલી અને કેન્ડલ માર્ચ નું આયોજન કરાયું હતું.તો ભાજપ સંગઠન દ્વારા વડાપ્રધાન ના દીર્ઘાયુષ્ય માટે શિવ મંદિર ખાતે મહામૃત્યુંન્જય જાપ નું આયોજન કરાયું હતું.

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના ગઈકાલના પંજાબ પ્રવાસ દરમિયાન તેઓની સુરક્ષામાં પંજાબ સરકાર નિષ્ફળ રહી હોવાનું અને વડાપધાનનો જીવજોખમ માં મુકાઈ એવી હરકત પંજાબ ની કોંગ્રેસ સરકારે કરી હોવાનું જણાવી પોરબંદર યુવા ભાજપ દ્વારા પ્રમુખ લકીરાજસિંહ વાળા ની આગેવાની માં આક્રમક મૂડમાં કેન્ડલ માર્ચ અને મશાલ રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું.જે શહેર ના રાજમાર્ગો પર ફરી હતી.આ રેલી માં યુવા ભાજપના આગેવાનો,કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.અને વડાપ્રધાન ના દીર્ઘાયુ માટે પ્રાર્થના કરી હતી.

યુવા ભાજપ ના આગેવાનો એ જણાવ્યું હતું કે આ પ્રકાર ની ઘટના એ કોંગ્રેસ ની નિમ્નકક્ષાની માનસિકતા છતી કરે છે. કોંગ્રેસની આ નિમ્નકક્ષાની રાજનીતિ ને સૌએ સખ્ત શબ્દોમાં વખોડી કાઢી હતી અને પ્રધાનમંત્રીનો પંજાબ પ્રવાસથી હચમચી ગયેલી અને આગામી પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં હાર ભાળી ગયેલી કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલા આ કૃત્ય ને પંજાબ ની જનતા ક્યારેક માફ નહીં કરે તેવું પણ જણાવ્યું હતું.ત્યાર બાદ ભાજપ સંગઠન દ્વારા ભાવેશ્વર મહાદેવ ના મંદિર ખાતે હોદ્દેદારો અને કાર્યકર્તાઓ દ્વારા પ્રધાનમંત્રી મોદીના દીર્ધાયુષ્ય માટે “મહામૃત્યંજય મંત્રના જાપ” કરવામાં આવ્યા હતા.જેમાં ધારાસભ્ય બાબુભાઇ બોખીરિયા શહેર પ્રમુખ પંકજભાઈ મજીઠીયા,નગરપાલિકાના સભ્યો,અન્ય હોદેદારો તથા કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.