પોરબંદર

જુનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરિક્ષક મનીન્દર પ્રતાપસિંહ પવાર તથા પોરબંદર પોલીસ અધિક્ષક રવિ મોહન સૈની દ્રારા પોરબંદર જિલ્લામાં બનતા સાયબર ક્રાઈમના ગુનાઓના તાત્કાલીક નિરાકરણ સુચના અનુસંધાને પોરબંદર જીલ્લામાં રૂા.૧૯૫૦૦/-નો સાયબર ફ્રોડ થયા હતા.તેમાં પોરબંદર સાયબર પોલીસ દ્રારા રૂા.૧૯૫૦૦/- પરત મેળવી આપેલ.
પોરબંદરના એક વેપારી યુસુફ દિનાણીને ફેસબુક પર ચંપલના વેપારી સાથે સંપર્ક થતા તેણે હોલસેલ માલ સસ્તા ભાવે આપવાની વાત કરી હતી જેથી યુસુફ દિનાણીએ તા.૧૫/૦૧/૨૦૨૨ ના રોજ રૂ.૧૯૫૦૦/-ટ્રાન્સફર કર્યા હતા પરંતુ થોડા દિવસો સુધી માલ પણ ન આવતા અને રૂપિયા રિફંડ ન થતા વેપારી સાથે સાયબર ફ્રોડ થયો હતો.

આમ પોતાની સાથે કોઇ સાયબર ફ્રોડ થયો એવુ માલુમ પડતા આ અરજદારે તાત્કાલીક પોરબંદર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરતા પોરબંદર સાયબર ક્રાઇમ ઈન્ચાર્જ પી.આઇ કે.આઇ.જાડેજાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ એસ.કે.જાડેજા અને પી.એસ.આઇ એમ.એલ.આહીર અને ટીમ દ્રારા જરૂરી કાર્યવાહી કરતા યુસુફભાઈને પુરેપુરા રુ.૧૯૫૦૦ પરત મેળવી આપ્યા હતા.તેમજ આ બનાવ અનુસંધાને આરોપી હાથ ધરવાની તજવિજ ચાલુ છે.તેથી યુસુફ્ભાઈએ પોરબંદર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન નો આભાર માન્યો હતો.

આથી પોરબંદર પોલીસ દ્રારા જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે કે કોઇ પણ ઓનલાઇન વસ્તુ મંગાવવા તથા ઓનલાઇન ખરીદી કે વેપાર કરતી વખતે તથા ઓનલાઇન પેમેન્ટ કરતી વખતે પુરતી ખરાઇ કરવી. અજાણ્યા વેપારી સાથે કે અજાણી વેબસાઈટમાં ઓનલાઈન કોઇ પણ જાતનો નાણાંકીય વ્યવહાર કરવો નહિ. તેમજ અજાણી વ્યકિત સાથે પોતાની બેંક ખાતાની વિગત તથા ક્રેડીટ/ડેબિટ કાર્ડ ની માહિતિ, CVV નંબર તથા ઓ.ટી.પી. જેવી ખાનગી માહીતી કોઇ પણ વ્યક્તિને આપવી નહી.

કામગીરી કરનાર : આ કામગીરીમાં પોરબંદર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ઈન્ચાર્જ PI કે.આઇ.જાડેજા, PSI એસ.કે.જાડેજા, PSI એમ.એલ.આહિર , HC વિનયસિંહ દિક્ષિત, LR રાકેશ દયાતર, LR ચેતન પટોળીયા વગેરે રોકાયેલ હતા.