પોરબંદર

પોરબંદર માં કોઇપણ જાતની સ્પેશ્યાલીસ્ટ ડોકટર તરીકેની માન્યતા પ્રાપ્ત ડીગ્રી ન હોવાછતાં ડાયાબીટીસ, હ્રદયરોગ, કોલેસ્ટ્રોલ વિગેરે ખાસ રોગોની સારવાર કરતા બોગસ ડોકટરને એસ ઓ જી.એ ઝડપી લીધો છે.

જુનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક,મનિન્દર પ્રતાપસિંગ પવાર સાહેબ તથા પોરબંદર પોલીસ અધીક્ષક, ડૉ. રવિ મોહન સૈની દ્વારા પોરબંદર જિલ્લામાં અનઅધિકૃત રીતે મેડીકલ પ્રેકટીસ કરતા બોગસ ડોકટરોને શોધી તેઓ વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા પોરબંદર એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ્પેકટર કે.આઇ.જાડેજા તથા પોલીસ સબ ઇન્સ્પેકટર એચ.સી.ગોહિલને સુચના કરેલ જે અન્વયે પો.સબ.ઇન્સ.એચ.સી.ગોહિલ તથા એસ.ઓ.જી. ટીમના સભ્યો આવા ગેરકાયદેસર ડોક્ટરોને ઝડપી પાડવા માટે કાર્યરત હતા.

દરમ્યાન આજરોજ પો.સ.ઇ.એચ.સી.ગોહિલની બાતમીરાહે હકિકત આધારે પોરબંદર વાઘેશ્વરી પ્લોટ ડોકટર જાડેજાની હોસ્પીટલ સામે ફીજી છાત્રાલયમાં રેઇડ કરતા સમીર દિપકભાઇ લોઢીયા ઉવ. ૩૦ ધંધો- મેડીકલ પ્રેકટીસ રહે.ઉપલેટા દોશી શેરી પાંજરાપોળ રોડ તા. ઉપલેટા જી. જકોટ મુળ રહે ઢોક મેઇન બજાર તા. ઉપલેટા જી. રાજકોટ વાળો કોઇપણ જાતના સ્પેશ્યાલીસ્ટ ડોકટર તરીકેની માન્ય યુનિવર્સિટી ની લાયકાત કે ડીગ્રી ન હોવાછતા B.H.M.S. ની ડીગ્રીના આધારે ડાયાબીટીસ, હ્રદયરોગ, કોલેસ્ટ્રોલ તથા પગની બીમારીના સ્પેશ્યાલીસ્ટ તરીકે આદિત્ય હોસ્પિટલ ડાયાબીટીસ સેન્ટર માધવ કોમ્પ્લેક્ષ, પહેલો માળ, ધોરાજી રોડ, ઉપલેટા વાળા ગેરકાયદેસર મેડીકલ પ્રેકટીસ કરતા રંગે હાથ ઝડપી લેવાયો હતો.

પોલીસે તેની પાસે થી મેડીકલ દવાઓ તથા મેડીકલ તપાસણીના સાધનો મળી કુલ કિા. ૯૧૧૫૧/- તથા રોકડ રૂા. ૮૮૦/- મળી કુલ રૂા.૯૨૦૩૧/- ના મુદામાલ સાથે અનઅધીકૃત રીતે અન્ય વ્યકિતની શારીરિક સલામતી જોખમમાં મુકાય એવી રીતે બેદરકારીથી મેડીકલ પ્રેકટીસ કરી મળી આવતા તેના સામે ઇ.પી.કો. કલમ- ૩૩૬ તથા ગુજરાત મેડીકલ પ્રેકટીશનર એકટ ૧૯૬૩ ની કલમ- ૩૦ તથા ગુજરાત મેડીકલ કાઉન્સીલ એકટ ૧૯૬૭ ની કલમ- ૨૯ તથા ઇન્ડિયન મેડીકલ કાઉન્સીલ એકટ ૧૯૫૬ ની કલમ- ૧૫ (૩) મુજબ કમલાબાગ પોલીસ સ્ટેશનમાં ગુન્હો દાખલ કરવામાં આવેલ છે.

સદરહું કામગીરી પો.સબ.ઇન્સ.એચ.સી.ગોહિલ, Aડા કે.બી.ગોરાણીયા, ASI એમ.એમ ઓડેદરા તથા હેડ કોન્સ્ટેબલ સરમણભાઇ રાતીયા,મહેબુબખાન બેલીમ,તથા રવિન્દ્ર ચાઉ તથા પોલીસ કોન્સ.સમીરભાઇ જુણેજા,પૃથ્વીરાજસિંહ ગોહિલ,તથા વિપુલભાઇ બોરીચા તથા ગીરીશભાઇ વાજા વિગેરે એસ.ઓ.જી. સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે.