પોરબંદર

લઘુમતી સમાજના વધુમાં વધુ વિદ્યાર્થીઓની સ્કોલરશીપ મંજુર થાય તે માટેની અશરફી સીમનાની ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા ૩ મહીનાથી વિનામૂલ્યે ફોર્મ ભરવાની કામગીરી ચાલુ છે.અને ઉચ્ચ અભ્યાસ મેળવવા ઈચ્છતા યુવક-યુવતિઓને પુરા ડોક્યુમેન્ટ અને ચોકસાઈપૂર્વક ફોર્મ ભરી આપવામાં આવી રહયા છે.ધો. ૧ થી કોલેજ સુધી અભ્યાસ કરતા સામાન્ય વર્ગના વિધાર્થીઓને સરકારની વિવિધ યોજના હેઠળ આ લાભ મળશે.

અશરફી સીમનાની ચેરીટેબલ ટ્રસ્ટના ડો. હાજી હારૂન અ.અજીજ સુન્નીવોરા, હાજી ઈમ્તીયાઝ હાજી હારૂન સુન્નીવોરા ના માર્ગદર્શન હેઠળ એડવોકેટ અકબરભાઈ સેલોત દ્વારા છેલ્લા ૩ મહીનાથી વિનામૂલ્યે સ્કોલરશીપના ઓનલાઈન ફોર્મ ભરી આપવામાં આવી રહયા છે અને અનેક વિધાર્થીઓએ સ્કોલરશીપ માટે ફોર્મ ભર્યા છે. અને હવે આ ફોર્મ ભરવાની છેલ્લી તા. ૩૦-૧૧ છે જેથી હજુ કોઈ બાકી હોય તો નીચે મુજબની સ્કોલરશીપની યોજનાનો લાભ લેવા માટે ફોર્મ ભરી શકે છે.

પ્રી-મેટ્રીક યોજના

સરકારશ્રી પ્રી – મેટ્રીક યોજના હેઠળ ધો. ૧ થી ૫ સુધીના જરૂરીયાતમંદ લઘુમતી સમાજના વિદ્યાર્થીઓને રૂા. ૧૦૦૦ સુધીની શિષ્યવૃતિ મળે છે તેમજ ધો. ૬ થી ૧૦ સુધીના વિદ્યાર્થીઓને રૂા. પ૦૦૦ સુધી મળવાપાત્ર હોય છે. જેમાં આવકનો દાખલો ૧ લાખ સુધીનો માન્ય ગણાય છે.

પોસ્ટ-મેટ્રીક

પોસ્ટ-મેટ્રીક યોજના હેઠળ ધોરણ ૧૧ અને ૧૨ માં અભ્યાસ કરતા લઘુમતી સમાજના વિદ્યાર્થીઓને રૂા. $000 અને અન્ડર ગ્રેજયુએટવિદ્યાર્થીઓને રૂા. ૧૨૦૦૦ સુધીની સ્કોલરશીપ મળવાપાત્ર હોય છે. જેમાં રૂા. બે લાખ સુધીનો આવકનો દાખલો માન્ય ગણાય છે.

મેરીટ કમ મિન્સ

મેરીટ કમ મિન્સ હેઠળ પ્રોફેશનલ એન્ડ ટેકનીકલ કોર્ષ માટે જો મેરીટમાં પસંદગી થાય તો રૂા. ૨૫૦૦૦ સુધી શિષ્યવૃતિ મવા પાત્ર થાય છે. જેમાં આવકનો દાખલો ૨.૫ લાખ સુધી માન્ય ગણવામાં આવે છે. બેગમ હઝરત મહલ/મોલાના આઝાદ શિષ્યવૃતિ માત્ર છોકરીઓ માટે ધો. ૯ થી ૧૨માં આ શિષ્યવૃતિ આપવામાં આવે છે. જેમાં રૂા. પ૦૦૦ સુધીની મળવાપાત્ર થાય છે. આ સ્કોલરશીપ માટે સ્કુલબોનોફાઈડ આવશ્યક હોય છે. અને અંગ્રેજીમાં ૨ લાખ સુધીનો આવકનો દાખલો માન્ય ગણવામાં આવે છે.

આ યોજનાઓનો લાભ લેવા માટે આધારકાર્ડ, પાસપોર્ટ સાઈઝનો ફોટો, આવકનો દાખલો, વિદ્યાર્થીની બેંક પાસબુક, પાછલા ધોરણનું રિઝલ્ટ, ફી રસીદ વગેરે જરૂર પડે છે. જેથી જરૂરીયાતમંદ વિદ્યાર્થીઓને અશરફી સીમનાની ચેરીટેબલ ટ્રસ્ટ ઓફીસ ખાતે દરરોજ સાંજે ૬ થી ૯ દરમિયાન ઓનલાઈન ફોર્મ ભરી આપવામાં આવે છે જેનો લાભ લેવા અપીલ કરવામાં આવી છે.