પોરબંદર

પોરબંદર ખાતે સિંધી સમાજ દ્વારા ઇષ્ટદેવ ઝૂલેલાલ ભગવાન ની જન્મજ્યંતિ અને નવું વર્ષ એટલે કે ચેટીચંડની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવશે.

જેમાં સવારે 6-૩૦ કલાકે પ્રભાતફેરી,દરિયાલાલની પૂજા નું આયોજન કરવામાં આવ્યું છે.જે સિંધુ ભવન થી પેરેડાઇઝ ફુવારા થઇ ને કનકાઈ મંદિર ગેઇટ ચોપાટી સુધી જશે.અહી પૂજા અર્ચના,અખો પલ્લવ સહિતના કાર્યક્રમ યોજાશે.ત્યાર બાદ ૧૦-૩૦ વાગ્યે સિંધુ ભવન ખાતે ધ્વજારોહણ,ભજન,પૂજા આરતી સહિતના કાર્યક્રમ યોજાશે.ત્યારબાદ ઝૂલેલાલ મંદિર ખાતે સાંજે 4 થી 5 ભજન કીર્તન આરતી સહિતના કાર્યક્રમ યોજાશે.સાંજે 5-૩૦ કલાકે શોભાયાત્રા નું આયોજન કરાયું છે.જે પ્લાઝા ટોકીઝ સિંધી લાઈન થી નાનો ફુવારો,મોટો ફુવારો થઇ જુરીબાગ થી કનકાઈ મંદિર થઇ ચોપાટી ખાતે પૂર્ણ થશે.ત્યાર બાદ રાત્રે 8-૩૦ થી ૧૧ વાગ્યા સુધી સિંધુ ભવન ખાતે ભંડારો,મહાપ્રસાદ નું આયોજન પણ કરવામાં આવ્યું છે.સમગ્ર ઉજવણી માં સિંધી સમાજ પોતાના વેપાર ધંધા બંધ રાખી પરિવાર સાથે ઉત્સાહ પૂર્વક જોડાશે.