પ્રતીકાત્મક તસ્વીર

પોરબંદર

તંત્ર દ્વારા રાતડી ગામે વ્યાજબી ભાવ ની દુકાને થી ઘઉં ભરેલ ટ્રક સીઝ કરી ગુન્હો દાખલ કરવામાં આવ્યો હતો.જે મામલે આ ૧૧ હજાર કિલો ઘઉં નો જથ્થો ખાલસા કરવા પુરવઠા અધિકારી એ હુકમ કર્યો હતો.જેને પોરબંદર ની ડીસ્ટ્રીકટ કોર્ટે માન્ય રાખ્યો છે.

આ બનાવ ની ટુકી હકીકત એવી છે કે,પોરબંદર જીલ્લા ના મીયાણી મરીન પોલીસ દવારા મામલતદાર પોરબંદર ને જણાવેલ કે રાતડી ગામે વ્યાજબી ભાવની દુકાને ધઉં ભરેલ ટ્રક મળી આવેલ અને તે બાબતે ડ્રાયવર ને પુછપરછ કરતા કીશોર વાલજીભાઈ રાયવડેરા પંડીત દીનદયાલ સસ્તા અનાજની દુકાનદારનો હોવાનો જણાવેલ.અને સદર ઘઉં બાબતે આધાર પુરાવા પાસ પરમીટ બીલો ન હોવાનુ અને સંતોષકાર ખુલાસો રજુ નહી કરી શકતા ૧૧૦૦૦ હજા૨ કીલો ધઉં નો જથ્થો સીજ કરી ગુન્હો દાખલ કરવામા આવેલ.અને ત્યારબાદ એપેલન્ટ કીશોર વાલજી રાયવડેરા સામે પુરવઠા અધિકારી એ કેસ દાખલ કરેલ.

સદર પુરવઠા અધિકારી એ કરેલ કેસ સામે એપેલન્ટ દવારા એડીશ્નલ ડીસ્ટ્રકટ એન્ડ સેસન્સ કોર્ટ માં અપીલ દાખલ કરી પુરવઠા અધિકારીએ ખોટી રીતે ઘઉંનો જથ્થો સીઝ કરી ખાલસા કરવાનો હુકમ ૨દ કરવા જણાવેલ.

અરજદારની અપીલ અરજી સામે સરકાર તરફે એડીશ્નલ પબ્લીક પ્રોશીક્યુટર સરકારી વકીલ અનિલ લીલા હાજર રહી વિરોધ કરી જણાવેલ અરજદાર સસ્તાઅનાજની દુકાનદારે ગરીબ રાશનકાર્ડ ધારકોને આપવાના ધઉં નો સંગ્રહ કરી વેચાણ કરવા અંગે સીઝ કરવામા આવેલ છે.અને ઘઉં ના જથ્થા અંગે યોગ્ય ખુલાસો કરી શકેલ નથી.અને સદર જથ્થો રાશનકાર્ડ ધારકોને આપવા માટેનો હતો તેવો આરોપ છે.જેથી પુરવઠા અધિકારીએ ખાલસા ક૨વાનો જે હુકમ કરેલ છે. તે યોગ્ય અને કાયદેસર છે.અને આ પ્રકાર ના બનાવો અટકાવવા જરૂરી હોય અપીલ રદ કરવી જોઈએ.

બન્ને પક્ષોની દલીલો સાંભળી સરકારી વકીલ અનિલ લીલા ની દલીલ તથા પુરવઠા અધિકારી એ કરેલ હુકમ અને રજુ રાખેલ રેકર્ડ પરથી પોરબંદર એડીશ્નલ ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ કોર્ટ દવારા અરજદાર ની અપીલ નામંજુર કરી પુરવઠા અધિકારી નો હુકમ કાયમ રાખવામા આવેલ.