પોરબંદર

પોરબંદરમાં સર્વર ડાઉન થતા આયુષ્યમાન કાર્ડ ની કામગીરી વધુ એક વખત ઠપ્પ થઇ ગઈ છે.જેથી લોકો ને ધરમ નો ધક્કો થયો હતો.

પોરબંદર જીલ્લા પંચાયત કચેરી ખાતે આયુષ્યમાન કાર્ડ કઢાવવાની કામગીરી થાય છે.પરંતુ અહી અવારનવાર સર્વર ડાઉન થવાના લીધે કામગીરી ઠપ્પ થઇ જાય છે.આજે પણ સવારથી જ સર્વર ડાઉન થતા કામગીરી બંધ રહી હતી.જેથી દુર દુર થી આવતા લોકો ને ધક્કો થયો હતો.અહી આવેલ અરજદારો માં દીવ્યંગો તથા બીમાર માણસો પણ હતા. અઠવાડિયા માં બીજી વખત સર્વર ડાઉન થતા લોકો માં રોષ જોવા મળે છે.ફરજ પર ના કર્મચારી એ જણાવ્યું હતું કે સમગ્ર જિલ્લામાં સર્વર ડાઉન થયું છે.જે ચાલુ થયા પછી કામગીરી આગળ વધી શકે.