પોરબંદર

પોરબંદર માં ગોઢાણીયા કોલેજ ના સ્ટાફ દ્વારા વૃક્ષો નું છેદન કરવા મામલે આરટીઆઈ એક્ટીવીસ્ટે મામલતદાર ને રજૂઆત કરી છે.

પોરબંદર ના એડવોકેટ અને આર ટી આઈ એક્ટીવીસ્ટ ભનુભાઈ ઓડેદરા એ મામલતદાર ને કરેલી લેખિત રજૂઆત માં જણાવ્યું છે કે ગોઢાણીયા કોલેજ ના સ્ટાફ દ્વારા કોલેજ ની દીવાલ થી પક્ષી અભયારણ્ય સુધી ના રસ્તા પર આવેલ મોટા લીમડા,ઉમરા સહીત દસ જેટલા વર્ષો જુના વૃક્ષો કોઈ પણ જાત ની પરવાનગી વગર કોલેજ ના વહીવટી સંચાલકો ની સુચના થી કાપી નાખવામાં આવ્યા છે.તથા હાલ માં જે ઠુંઠા ઉભા છે.તે પણ થોડા દિવસ માં કાપી નાખવામાં આવશે. એટલે જવાબદારો સામે ગેરકાયદે વૃક્ષ છેદન અંગે ગુન્હો દાખલ કરવા માંગ કરી છે.વધુ માં જણાવ્યું છે કે વૃક્ષો ના છેદન બાદ તેના લાકડા પણ કોલેજ ના પટાંગણ માં પડ્યા છે.જેથી તેનું તાત્કાલિક પંચ રોજકામ કરી વૃક્ષો નું છેદન કરનાર વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવા પણ રજૂઆત માં જણાવ્યું છે.