પોરબંદર

પોરબંદરના પશુઓ માં લમ્પી વાયરસ નું પ્રમાણ વધી રહ્યું છે.અગાઉ ૨૩ પશુઓ માં આ રોગ નોંધાયા બાદ વધુ 2 પશુઓ ને લમ્પી વાયરસ થયો હોવાનું તથા 2 પશુઓ ના મોત થયા હોવાનું સામે આવ્યું છે.

પોરબંદર શહેરમાં પશુઓ માં લમ્પી સ્કિન ડીસીઝનું પ્રમાણ વધી રહ્યું છે.અગાઉ ૨૧ રેઢિયાળ અને 2 માલિકી ના પશુઓ માં લમ્પી વાયરસ મળી આવ્યા બાદ વધુ 2 ગૌધનને આ રોગ થયાનું સામે આવ્યું છે.જેથી લમ્પી સ્કિન ડીસીઝનો કુલ આંક ૨૫ એ પહોંચ્યો છે.જીઆઇડીસી ખાતે આવેલ આઇસોલેશન વિભાગમાં સારવાર લઇ રહેલ ૧ પશુ નું મોત થયું છે. જયારે અન્ય એક પશુ ને સારવાર મળે તે પહેલા જ તેનું મોત થયું છે.જેથી મોત નો કુલ આંક ૪ થયો છે.પશુપાલન વિભાગ ના તબીબ ડો ભરત મંડેરા એ જણાવ્યું છે કે હાલ ગોટ પોક્સ વેક્સીન ના 650 વેકશીનના ડોઝ છે.એક દાતા ના સહયોગથી વધુ 2000 ડોઝ મંગાવવામાં આવ્યા છે.પાલિકાની પશુ પકડવાની ટીમ રોગ ગ્રસ્ત ગૌધનને પકડીને આઇસોલેશન વિભાગમાં લાવે છે.ત્યારે રઝળતા પશુઓનું રસીકરણ કરવા માટે વધુ સ્ટાફની જરૂર ઉભી થઇ છે.જેથી પાલિકા ના સ્ટાફના સહયોગ થી રસીકરણ કામગીરી કરવામાં આવશે તેવું જણાવ્યું છે.