પોરબંદર

પોરબંદર ના કડીયાપ્લોટ વિસ્તાર માં રહેણાંક મકાન ના એસીમા શોટ સર્કિટ ના કારણે આગ લાગી હતી.આથી ફાયર બ્રિગેડની ટીમે 1 કલાકની જહેમત બાદ આગ કાબુમાં લીધી હતી.આગ ના કારણે મકાનના ફર્નિચર સહિતની વસ્તુ સળગી જતા દોઢેક લાખ નું નુકશાન થયું હતું.

પોરબંદરના કડીયાપ્લોટ શેરી નં.1માં આવેલ નાગબાઈ મંદિર પાસે રહેતા હરીશ રતિલાલ કાનાબારના રહેણાંક મકાના બપોરે એકાદ વાગ્યે એસીમાં શોટ સર્કિટ થતા આગ લાગી હતી.જેથી આ અંગે ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા ફાયર ઓફિસર રાજીવ ગોહેલ,સરમણ કુછડીયા,પ્રદીપ ચાવડા,જતિન ચાવડા સહિતની ટીમ તુરંત ઘટના સ્થળે પહોંચી હતી.અને પાણી નો મારો ચલાવી આગને કાબુમાં લેવા પ્રયાસ કર્યો હતો.એક કલાક ની જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં સફળતા મળી હતી.જો કે એસી તથા ફર્નિચર અને કપડા સહિતની ચીજો સળગી ને ખાખ થઇ જતા અંદાજે રૂ.1.50 લાખનું નુકશાન થયું હતું.જો કે સદનસીબે જાનહાની ટળી હતી.