પોરબંદર

પોરબંદર શહેરમાં લમ્પી સ્કિન ડીસીઝ વકરતા પશુપાલન વિભાગ તથા સામાજિક સંસ્થા દ્વારા રઝળતા પશુઓને વેકસીનેસન કામગીરી શરૂ કરવામાં આવી છે.

પોરબંદર શહેરના પશુઓ માં લમ્પી સ્કિન ડીસીઝ નું પ્રમાણ વધી રહ્યું છે.અત્યાર સુધી માં કુલ ૩૨ પશુઓ માં આ વાયરસનું સંક્રમણ જોવા મળ્યું છે.જેમાંથી 6 પશુઓ ના મોત થયા છે અને હાલ જીઆઇડીસી ખાતે આવેલ આઇસોલેશન વિભાગમાં 24 ગૌધન સારવાર હેઠળ છે.જયારે બે માલિકી ના પશુઓ તેના માલિક ના વાડા માં જ આઈસોલેટેડ કરાયા છે.આ રોગનું સંક્રમણ ઝડપથી ફેલાતું હોવાથી સંક્રમણ અટકાવવા પશુપાલન વિભાગ તથા ગ્રુપ ફોર બર્ડ એન્ડ એનીમલ તથા ઉદય કારાવદરા ચેરીટેબલ એન્ડ એનીમલ વેલ્ફેર ટ્રસ્ટ દ્વારા સંયુક્ત રીતે રાત્રીના સમયે રસ્તે રઝળતા ગૌધનને વેકશીન આપવાની શરૂઆત કરવામાં આવી છે.

જેના માટે સંસ્થા દ્વારા દાતાઓના સહયોગ થી ૪૦૦૦ વેક્સીન મંગાવી છે.ગત રાત્રી ના સમયે 2 કલાક દરમ્યાન 45 ગૌધનને વેકશીન આપવામાં આવી હતી.દરરોજ રાત્રે આ કામગીરી કરવામાં આવશે.જે પશુ ને વેકશીન આપી છે.તેની ઓળખ થઇ શકે તે માટે વેક્સીન આપ્યા બાદ તેના પર કલર નો સ્પ્રે મારવામાં આવે છે.સમગ્ર કામગીરી પશુપાલન વિભાગ ના તબીબો ડો. મંડેરા અને ડો. મનસુરીના માર્ગદર્શનથી વેકસીનેશનની કરવામાં આવે છે.