પોરબંદર

પોરબંદર માં રઘુવંશી એકતા સંસ્થા દ્વારા રામનવમી નિમિતે જ્ઞાતિજનો માટે મહાપ્રસાદી,બાઈક રેલી સહિતના કાર્યક્રમ યોજાશે.જેના કાર્યાલય નો અગ્રણીઓ ની ઉપસ્થિતિ માં પ્રારંભ કરાયો છે.

પોરબંદર માં રામ નવમીના શુભ દિવસે રઘુવંશી એકતા સંસ્થા દ્વારા આયોજિત લોહાણા જ્ઞાતિ મહાપ્રસાદ અને ભવ્ય બાઇક રેલી ના આયોજન અંગે ના કાર્યાલય નો પ્રારંભ રાધેશ્યામ મંદિર ખાતે રઘુવંશી અગ્રણીઓના હસ્તે કરવામાં આવ્યો હતો.શ્રીરામચંદ્રજીને દીપ પ્રાગટય કરી કાર્યક્રમ નો પ્રારંભ કરાયો હતો.જેમાં 400 થી વધુ રઘુવંશી ભાઈબહેનો ઉમટી પડ્યા હતા.સંસ્થા ના હિતેશભાઈ કારિયા એ કાર્યક્રમની રૂપરેખા આપતા જણાવ્યું હતું કે તા ૯ ને શનિવારે બપોરે 4.30 કલાકે રઘુવંશી સમાજ ની ભવ્ય બાઇક રેલી નું આયોજન કરાયું છે.જે શહેર ના રાજમાર્ગો પર ફરી રઘુવંશી સમાજ ને નિમંત્રણ પાઠવશે.ત્યારબાદ તા ૧૦ ને રવિવારના રોજ સાંજે 7 કલાકે રઘુવંશી નગર ચોપાટી પાર્ટી પ્લોટ ખાતે મહાપ્રસાદ ( ફરાળ ) નું આયોજન સમગ્ર રઘુવંશી લોહાણા જ્ઞાતિ પૂરતું જ મર્યાદિત રાખવામાં આવ્યું છે.આ દિવ્ય આયોજન માટે રઘુવંશી એકતા તેમજ રઘુવંશી એકતા લેડી ટીમ ના 300થી વધુ રઘુવંશી કાર્યકરો દ્વારા આયોજન ની તડામાર તૈયારી કરવામાં આવી રહી છે.