પોરબંદર

પોરબંદર ફિશરીઝ વિભાગ દ્વારા પ્રથમ વખત ફિશિંગ બોટોનો મોબાઈલ એપ્લિકેશન દ્વારા સર્વે કરવામાં આવશે.જેમાં ૪ અધિકારીઓ ના નેતૃત્વ માં કચેરીના સ્ટાફ દ્વારા સ્થળ પર જઈને બોટની સર્વે કામગીરી હાથ ધરવામાં આવશે.

પોરબંદરમાં રજિસ્ટ્રેશન થયું હોય તેવી તમામ નાની મોટી ફિશિંગ બોટ,પીલાણાનો સર્વે કરવાનો ગાંધીનગર સ્થિત ફિશરીઝ વિભાગ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.જેના પગલે પોરબંદર ફિશરીઝ વિભાગ દ્વારા આ સર્વે માટે તૈયારીઓ શરુ કરી છે.સર્વે માં ફિશરીઝ કચેરીના ઉપયોગ માટે મોબાઈલ એપ બનાવવામાં આવી છે.આ મોબાઈલ એપમાં ફિશરીઝ વિભાગના મુખ્ય 4 અધિકારી ના નેતૃત્વ માં કચેરીના સ્ટાફ દ્વારા માધવપુર,મિયાણી,નવી બંદર,સહીત જીલ્લાના તમામ બંદરોએ સ્થળ પર પર જઈ ફિશિંગ બોટો નો સર્વે કરી જરૂરી ડેટા મોબાઈલ એપ માં અપલોડ કરવામાં આવશે.

હાલ માછીમારોની સિઝન પુરી થઈ છે.ત્યારે તમામ બોટો કાંઠે લાંગરેલી હોવાથી ઓફ સિઝન દરમ્યાન સર્વેની કામગીરી કરવામાં આવશે.આ પ્રકારનો સર્વે પ્રથમ વખત થવા જઈ રહ્યો છે.જેમાં બોટની લંબાઈ,પહોળાઈ,બોટનો ફોટો,બોટના એન્જીન સહિતનો સર્વે તથા બોટ માલિક ના નામ સહિતની વિગતો એકત્ર કરવામાં આવશે.અને મોબાઈલ એપ મારફત જ તમામ વિગત અપલોડ કરવામાં આવશે.તેવું ફિશરીઝ વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે પોરબંદરમા 1485 પિલાણા,2174 ફિશિંગ બોટ અને 11 ડીપ સી ફિશિંગ બોટ રજિસ્ટર્ડ થયેલ છે.ત્યારે બે માસના ફિશિંગ ઓફ સીઝન ના સમયગાળા દરમ્યાન તમામ બોટો નો સર્વે થઇ શકશે કે કેમ તેવા સવાલો પણ ઉઠી રહ્યા છે.