પોરબંદર

પોરબંદર ની હેડ પોસ્ટ ઓફિસ ખાતે પાસપોર્ટ સેવા કેન્દ્ર કાર્યરત છે.અહી ગત તા ૧૨/૫ થી મોડેમ ખરાબ થતા તમામ કામગીરી ઠપ્પ છે.જેથી લોકો ને વારંવાર ધક્કા ખાવા પડે છે.ફરજ પર ના અધિકારી એ નવું મોડેમ આવ્યા બાદ બે ત્રણ દિવસ માં કામગીરી શરુ કરવાની ખાતરી આપી છે.

પોરબંદરની હેડ પોસ્ટ ઓફિસ ખાતે પાસપોર્ટ સેવા કેન્દ્ર શરુ કરાયું છે.અહી નવા પાસપોર્ટ ની કામગીરી ઉપરાંત પાસપોર્ટ રીન્યુ કરવામાં આવે છે.અને દરરોજ ૪૦ થી વધુ લોકો પોતાની કામગીરી અર્થે આવતા હોય છે.અહી ગત તા. ૧૨-૫ થી મોડેમ ખરાબ થતા સમગ્ર કામગીરી ઠપ્પ થઇ ગઈ છે.અહીના અધિકારી દ્વારા શરુઆત માં નેટ બંધ હોવા અંગે બીએસએન એલ ને જાણ કરતા તેની ટીમ આવી હતી.અને પ્રાથમિક તબક્કે અર્થીગ ખરાબ હોવાનું જાણવા મળતા અહીં નવું અર્થીગ કરવામાં આવ્યું હતું.તેમ છતાં મોડેમ કાર્યરત ન થતા મોડેમમાં ખામી હોવાનું સામે આવ્યું હતું.આ મોડેમ અન્ય કોઈ જગ્યા એ મળતું નથી.વિદેશ મંત્રાલય સાથે એક ખાનગી કંપનીનું ટાઈઅપ હોવાથી તે કંપની નું જ મોડેમ ચાલતું હોવાથી તે કંપની ને જાણ કરતા કંપની દ્વારા મોડેમ મોકલવાની કાર્યવાહી કરવામાં આવી છે.એક બે દિવસ માં મોડેમ કાર્યરત કરવાની ફરજ પર ના અધિકારી એ ખાતરી આપી હતી.હાલ તો મોડમ ના વાંકે અરજદારોને ધક્કા ખાવા પડી રહ્યા છે.અથવા રાજકોટ, જૂનાગઢ જામનગર ધક્કા ખાવા પડી રહ્યા છે.ત્યારે વહેલીતકે મોડેમ કાર્યરત થાય તે જરૂરી બન્યું છે.