પોરબંદર

માછીમારો ને આપવામાં આવતા બલ્ક ડીઝલ માં આજે એકાએક લીટરે ૨૦ રૂ જેવો ભાવવધારો ઝીંકી દેવાતા માછીમારો માં રોષ જોવા મળે છે.ડીઝલ ના વધતા જતા ભાવોને લઇ ને પોરબંદર બોટ એસોસિએશન દ્વારા આ અંગે કલેકટર ને આવેદન પાઠવ્યું છે.

પોરબંદર માછીમાર બોટ એસોસિએશન દ્વારા કલેકટર ને પાઠવેલા આવેદન માં જણાવ્યું છે કે સમુદ્રમાં પોલ્યુશન અને બીજા અનેક કારણો થી માછલી નો જથ્થો ઘટી રહ્યો છે.જેની સામે માચ્છીમારો ને ખર્ચ માં ઉતરોતર વધારો થઈ રહ્યો છે.છેલ્લા વર્ષોમાં ડીઝલ,કેરોસીન,પેટ્રોલની કિમંત માં તોતિંગ ભાવવધારો થવાથી માચ્છીમાર ધંધાને મરણતોણ ફટકો પડી રહ્યો છે.છેલ્લા બે વર્ષ કોરોના મહામારી ની ભારે મંદી માં માચ્છીમારો ને પોતાના પરિવારો નાં નિર્વાહ કરવો મુશ્કેલ થઈ રહ્યો છે.

ડીઝલ ના વધતા જતા ભાવો ને લીધે માચ્છીમારી નો ધંધો ચલાવવો અશક્ય થઈ ગયેલ છે.ફિશિંગ માટે ઉપયોગ માં લેવામાં આવતા ડીઝલ નો ભાવ ગઈ કાલ સુધી ૯૬ રૂ પ્રતિ લીટર હતો જે આજે એકાએક વધારી ને ૧૧૫ રૂ કરાયો છે. માછલી ની આવક સામે ડીઝલ ખર્ચ નો ભારે વધારો હોવાથી માચ્છીમારો સહન કરી શકે તેમ નથી.જેથી અનેક માચ્છીમારો એ તેમની આજીવીકા સમાન એક માત્ર સાધન જેવી ફિશીંગ બોટ/હોડીઓ ફરજીયાત પણે બંધ રાખવાથી અનેક માચ્છીમાર પરિવારો બેકાર-બેહાલ થઈ ગયા છે.
મત્સ્યોદ્યોગ ને સરકારે રીટેલ આઉટલેટ માંથી બલ્ક કન્ઝ્યુમર ની માન્યતા આપી છે.તો માછીમારોને બલ્ક કન્ઝ્યુમર માંથી મુક્ત કરવામાં આવે અને માછીમારોને પણ રીટેલ આઉટલેટ માં આવરી લઈને વિશેષ છુટ આપવામાં આવે તેવું રજૂઆત માં જણાવ્યું છે.વધુ માં જણાવ્યું છે કે કરોડો રૂપિયાનું વિદેશી હુંડીયામણ કમાવી આપતા અને દેશ ની જી.ડી.પી ગ્રોથ (ધરેલુ ઉત્પાદન) માં પણ મહત્વનો ફાળો છે તેમજ રોજગારી આપવામાં કૃષિ પછી મત્સ્યોદ્યોગ બીજા નંબર નો રોજગારી પુરી પાડતો વ્યવસાય છે.અને લાખો/કરોડો પરિવાર ને ડાયરેક્ટ અને ઈનડાયરેકટ રોજગારી પુરી પાડે છે. આથી માછીમારી વ્યવસાયને ટકાવી રાખવા માછીમારી હેતુ માટે ઉપયોગમાં લેવાતા ડીઝલ,કેરોસીન,પેટ્રોલ ઉપર નું ભાવબાંધણુ કરવા કેન્દ્ર સરકાર દ્વારા ખાસ નિતિ બનાવી તાત્કાલીક આ ભાવ વધારો પાછો ખેંચી માચ્છીમારો ને પરવડી શકે તે પ્રકારે કેન્દ્ર તેમજ રાજ્ય સરકાર દ્વારા માચ્છીમારોને ઇંધણમાં વિશેષ છુટ મળે તો જ આ મત્સ્યોદ્યોગ વ્યવસાય હાલનાં સંજોગોમાં ટકી રહે તેમ છે.ભુતકાળમાં યુ.પી.એ ની સરકાર દ્વારા વર્ષ ૨૦૧૩ માં રૂ।. ૧૩/- નો તોતિંગ ભાવ વધારો કરેલ ત્યારે માચ્છીમારોને તેમાંથી મુક્તિ આપવામાં આવેલ હતી.

આથી તાત્કાલીક ભાવ વધારા ઉપર ફેર વિચારણા કરવામાં નહી આવે તો સમગ્ર માચ્છીમાર સમાજ પોતાનું અસ્તિત્વ બચાવવા માટે ન છુટકે ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે.તેવું પણ રજૂઆત માં જણાવ્યું છે.