પોરબંદર

તા. ૨૨/૧૧/૨૦૨૧ ના ગાંધીનગર મુકામે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની ઓફીસ મા પોરબંદર જીલ્લા સાંસદ રમેશભાઈ ધડુક,રાજ્યસભા ના સાંસદ રામભાઈ મોકરીયા,પોરબંદર ના ધારાસભ્ય બાબુભાઈ બોખીરીયા,નગરપાલીકા ના પ્રમુખ  સરજુભાઈ કારીયા,પોરબંદર શહેર પ્રમુખ પંકજભાઈ મજીઠીયા સહીત ના આગેવાનો સાથે રહીને પોરબંદર ખારવા સમાજ ના વાણોટ પવનભાઈ શિયાળ,અધ્યક્ષ રણછોડભાઈ શિયાળ,ઉપપ્રમુખ વિનોદભાઈ બાદરશાહી,ટ્રસ્ટી દિપકભાઈ જુંગી, ટ્રસ્ટી અશ્વિનભાઈ જુંગી,કાનજીભાઈ મુકાદમ,બોટ એસોસીએશન ના પ્રમુખ મુકેશભાઈ પાંજરી,ઉપપ્રમુખ દેવુભાઈ સોનેરી,સાગર શકિત સેવા ટ્રસ્ટ ના જીતુભાઈ ભરાડા,હીરાલાલભાઈ ખોખરી,નરેન્દ્રભાઈ મુકાદમ,વિજયભાઈ કોટીયા તેમજ ફીશરીઝ સેલ ના વિશાલભાઈ મઢવી સહીત ના આગેવાનો સાથે રહીને પોરબંદર ખારવા સમાજ ના પ્રમુખ તેમજ બોટ એસો. ના પ્રમુખ દ્વારા મુખ્યમંત્રી ને રજુઆતો કરવામા આવેલ હતી

જેમાં જણાવ્યું હતું કે હાલ પોરબંદર નુ બંદર માછીમારો ની બોટો રાખવા માટે ખુબ જ નાનુ પડતુ હોય તેમના માટે જુના બંદર ને લગતી જગ્યા મા નવુ ફીશરીઝ હાર્બર બનાવી આપવુ. તેમજ હાલના સમય મા બંદર ની અંદર જે પાર્કિંગ ની સમસ્યાઓ છે તેમને તાત્કાલીક ધોરણે દુર કરવી, તેમની સાથે માછીમારો ને લગતી અનેક બીજા સમસ્યાઓ વિષે પણ ચર્ચાઓ કરવામા આવેલ હતી. તેમા મુખ્યમંત્રી દ્વારા ખાત્રી આપવામા આવેલ હતી કે માછીમારો ની બોટો ના સમાવેશ માટે હાલ માપલાવાડી વિસ્તાર મા ૬૧ કરોડ ના ખર્ચે નવી જેટી બંધાવી આપવામા આવશે અને ત્યારબાદ માછીમારો જે બંદર ની જગ્યા પસંદ કરશે ત્યાં તેમના માટે નવુ ફીશરીઝ હાર્બર બનાવી આપવાની ખાત્રી આપેલ.

ત્યાર બાદ  મંત્રી રાઘવજી પટેલના અધ્યક્ષ સ્થાને એક મીટીંગ નુ આયોજન કરવામા આવેલ હતુ તેમા બંદર ને લગતા નાના-મોટા પ્રશ્નો જેવા કે જુના બંદર વિસ્તાર ની અંદર જે રીપેરીંગ કામો તેમજ નાની મોટી ફીશીંગ બોટો ના સમાવેશ માટે જી.એમ.બી. તેમજ ફીશરીઝ ના અધિકારી, સચીવ, તેમજ અન્ય અધિકારી ઓ દ્વારા માછીમારો ના પડતર પ્રશ્નો અંગે ચર્ચાઓ કરવામા આવેલ હતી. તેમા માછીમારો ના જે નાના-મોટા પ્રશ્નો છે તેમને વ્હેલાસર દુર કરવા તેમજ જે કાંઈ બાબતો હોય તેમનુ ધ્યાન દોરવા સલાહ સુચનો આપવામા આવેલ.

ત્યારબાદ સાંસદ રમેશભાઈ ધડુક,રામભાઈ મોકરીયા, ધારાસભ્ય બાબુભાઈ બોખીરીયા સહીત ના લોકો દ્વારા રાજ્યકક્ષા ના મત્રી જીતુભાઈ ચોધરી ની ઓફીસ મા માછીમાર આગેવાનો સાથે એક મુલાકાત કરવામા આવેલ હતી. તેમા ખારવા સમાજ ના પ્રમુખ તેમજ બોટ એસો. ના પ્રમુખ સહીત ના આગેવાનો દ્વારા જે માછીમારી કરતી નાની-મોટી ફીશીંગ બોટો ને મળતી યોજનાઓ વિષે તેમજ બંદરો ના કામ-કાજ માટે ચર્ચાઓ કરેલ હતી, તેમા FRP OMB હોડીઓ ને કેરોસીન અને પેટ્રોલ ઉપર મળતી સહાય વિષે પણ રજુઆતો કરવામા આવેલ હતી, તેમા મત્સ્યોઘોગ મંત્રી તેમજ ફીશરીઝ કમિશ્નર દ્વારા ખાત્રી આપવામા આવેલ હતી કે નાની હોડીઓ ને જે ૨૫% કેરોસીન અને પેટ્રોલ ઉપર સહાય આપવામા આવે છે તેને માછીમારો ના હિત ને ધ્યાન મા લઈ ૫૦% કરી આપવાની ખાત્રી આપેલ હતી.અને માછીમારો ની આ મીટીંગ ખુબ જ સારી રહી હતી.અને માછીમાર આગેવાનો એ આ મીટીંગ થી ખુબ જ સંતોષ અનુભવ્યો હતો. તેમની સાથે-સાથે ગુજરાત રાજ્ય ના માછીમારો ના આગેવાનો સાથે વાત-ચીત કરી ને માછીમારી સીઝ્ન ૧ ઓગષ્ટ થી ચાલુ કરવા માટેની પણ ખાત્રી આપવામા આવેલ છે.