પોરબંદર

બોર્ડ ની પરીક્ષા નજીક છે.ત્યારે પોરબંદર જીલ્લા માં બોર્ડ ના વિદ્યાર્થીઓ નો ભય દુર કરવા શિક્ષણ વિભાગ દ્વારા મનોવૈજ્ઞાનિક ની નિમણુક કરવામાં આવી છે.પોરબંદર ટાઈમ્સ ના વાચકો માટે તેઓએ મહત્વ ની માહિતી આપી હતી.

આગામી તા.૨૮-૩-૨૦૨૨થી ગુ.મા.અને ઉ.મા.શિ.બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ-૧૦ તથા ધોરણ-૧૨ની જાહેર પરીક્ષા શરૂ થનાર છે.આ પરીક્ષામાં અમુક પરીક્ષાર્થીઓને બોર્ડની પરીક્ષાનો હાઉ (ડર) હોય છે.આવા પરીક્ષાર્થીઓ/વાલીઓને પરીક્ષા સંદર્ભે ઉભી થતી માનસિક મૂંજવણ ડર દૂર કરવા માટે પોરબંદર ના મનોવૈજ્ઞાનિક અને મોકર ની એમ એમ વી હાઇસ્કુલ ના મદદનીશ શિક્ષક જીગ્નેશભાઈ પ્રશ્નાણી ની મનોવૈજ્ઞાનિક તજજ્ઞ તરીકે જીલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા નિમણુક કરાઈ છે.

તેઓની નિમણૂંક થતાની સાથે તેઓનો મોબાઇલ નંબર જિલ્લાની તમામ શાળાઓને નોટીસ બોર્ડ પર પ્રસિધ્ધ કરવામાં આવ્યો છે.અને તેઓનો મોબાઇલ-૯૮૨૪૩૬૪૩૬૨ પર આવનારા કોલને રિસિવ કરી તેઓ વિધાર્થી/વાલીઓને બોર્ડની પરીક્ષા માટેનો હાઉ(ડર) દૂર કરવા માટે અસરકારક જરૂરી કાર્યવાહિ હાથ ધરવા સુચના આપવામાં આવી છે.આ આદેશનો અમલ તા.૩-૩-૨૦૨૨થી પરીક્ષા કામગીરી પૂર્ણ થતા સુધી કરવાનો રહેશે.તેવું પણ જણાવવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે કોરોના ને લઇ ને વિદ્યાર્થીઓ ને લર્નિંગ લોસ વધુ પ્રમાણ માં થયો છે.અને તેમાં પણ પરીક્ષાઓ નજીક આવતા વિદ્યાર્થીઓ માં માનસિક ભય સતાવી રહ્યો હોય છે.તો વાલીઓ માં પણ સંતાન ની પરીક્ષા ને લઇ ને મૂંઝવણ હોય છે.તાજેતર માં એક વેપારી ના એક ના એક પુત્ર એ અભ્યાસ ની ચિંતા માં આપઘાત પણ કર્યો હતો.ત્યારે મનોવૈજ્ઞાનિક અને તજજ્ઞ ની નિમણુક થતા મૂંઝવણ માં હોય તેવા વિદ્યાર્થી અને વાલીઓ તેનો સંપર્ક કરી શકશે.

પોરબંદર ટાઈમ્સ ના વાચકો ને પણ તેઓએ પરીક્ષાનો ભય દુર કરવા અંગે મહત્વ ની માહિતી આપી હતી.

જુઓ આ વિડીયો