પોરબંદર

પોરબંદર છાયા નગરપાલિકા સેનીટેશન કમિટી તેમજ રઘુવંશી એકતા ટીમ દ્વારા મહિલા દિવસ અનુસંધાને મહિલાઓમાં જાગૃતિ આવે તે માટે અને અંધશ્રદ્ધા દૂર થાય તે હેતુથી બાળસ્મશાનની સફાઈ કરવામાં આવી હતી.તેમજ શાકમાર્કેટ ની પણ સફાઈ કરી બહેનો એ મહિલા દિવસ ની વિશિષ્ટ ઉજવણી કરી હતી.
આ સફાઈ અભિયાન માં પોરબંદર છાયા નગરપાલિકા સેનીટેશન ચેરમેન કૃપા હિતેશ કારિયા, રઘુવંશી એકતા લેડી ના વિભાબેન લાલચેતા,નયનાબેન સિમારિયા,ક્રિષ્નાબેન પોપટ,રજનીબેન જોબનપુત્રા,ભાવનાબેન રાઈમગિયા, દિપ્તીબેન રાઈમગીયા,મનીષાબેન ગોકાણી તેમજ તેઓને પ્રોત્સાહિત કરવા માટે હિતેશભાઈ કારિયા, હેલ્થ ઓફિસર જગદીશભાઈ ઢાંકી તેમજ સેનીટેશન કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.