પોરબંદર

પોરબંદરમાં પતંગોત્સવ અનેક પક્ષીઓ માટે ઘાતક બન્યો હતો.દસ થી વધુ પક્ષીઓ પતંગના કાતિલ દોરામાં ઘવાઇને મૃત્યુ પામ્યા છે.તો ૧૦૦ થી વધુ ઈજાગ્રસ્ત પક્ષીઓને પક્ષી અભયારણ્ય ખાતે સારવાર માટે લવાયા છે.

પોરબંદરમાં મકરસંક્રાંતિ નિમિતે એક તરફ શહેરીજનો અને પતંગ રસીયાઓએ પોતાની પતંગ ઉડાડવાની મોજ માણી રહ્યા હતા.ત્યારે આ પતંગ ના કારણે ઈજાગ્રસ્ત બનેલા પક્ષીઓ ને બચાવવા માટે વિવિધ સંસ્થાના યુવાનો અને સતત દોડધામ હાથ ધરી હતી.પક્ષીઓ ની સારવાર માટે પક્ષી અભયારણ્ય ખાતે વેટરનરી તબીબો સહિતની ટીમ ઘાયલ પક્ષીઓની સારવાર માટે ખડેપગે રહી છે.

અત્યાર સુધી માં કુલ 100 જેટલા પક્ષી પતંગને કારણે ઈંજાગ્રસ્ત બનતા આ પક્ષીઓની સારવાર કરવામાં આવી હતી.જેમાં પેલીકન, પોપટ, કબૂતર, સીગલ, ફ્લેમિંગો, ઢેલ, કુંજ, ઘોમળો, બગલો, કંકણસાર સહિતના પક્ષીઓ ઈજાગ્રસ્ત થયા હતા.જેમાં સૌથી વધુ સંખ્યા કબુતર ની હતી.તો દસ પક્ષીઓ મોત ને ભેટ્યા હતા.તેમાં પણ સૌથી વધુ કબુતર ના મોત થયા છે.

પોરબંદરમાં મકરસંક્રાંતિના પર્વે વન વિભાગ ઉત્તરાચણમાં પતંગથી ઘાયલ પક્ષીઓને સારવાર મળી રહે.અને પક્ષીઓનો જીવ ન જાય તેના માટે સજ્જ બન્યો હતો.અને પક્ષીપ્રેમી સંસ્થાઓની મદદથી પક્ષી બચાવો અભિયાનને આગળ ધપાવ્યું હતું.પોરબંદર પંથકમાં મોટી સંખ્યામાં વિદેશી પક્ષીઓએ પડાવ નાખ્યો છે.ઉત્તરાચણ પર્વ દરમ્યાન પતંગના દોરથી અનેક પક્ષીઓ ઇજાગ્રસ્ત બને છે.અને મોતને પણ ભેટે છે. ત્યારે ઓછામાં ઓછા પક્ષીઓ ઇજાગ્રસ્ત થાય તે માટે વન વિભાગ દ્વારા કરુણા અભિયાન અંતર્ગત વિવિધ સંસ્થાઓ મદદ લઈને કામગીરી કરી હતી.નાયબ વન સંરક્ષક દીપકભાઇ પંડ્યા એ જણાવ્યું હતું કે ૨૦ જાન્યુઆરી સુધી કરુણા અભિયાન ચાલશે.

પોરબંદરમાં મકરસંક્રાંતિના દિવસે પક્ષીઓ ઇજાગ્રસ્ત થયાના બનાવો વધ્યા હતા.જેમાં પક્ષી પ્રેમી સંસ્થાઓ અને વન વિભાગના કર્મચારીઓએ બચાવીને સારવાર આપી હતી.ઇજાગ્રસ્ત પક્ષીઓની સારવાર માટે પક્ષી અભ્યારણ્ય ખાતે ખાસ પ્રકારનું ઓપરેશન થિયેટર બનાવવામાં આવ્યું હતું.જેમાં વેટરનરી તબીબ કણઝારીયા સહિત પશુ દવાખાનાના તબીબ હાજર રહ્યા હતા.ઉપરાંત ૧૯૬૨ એનીમલ હેલ્પલાઇનની ટીમ પણ ઉપસ્થિત હતી.

ઘાયલ પક્ષીઓની સારવાર માટે જરૂરી ઇન્જેકશન,દવા,બાટલાનો સ્ટોક તથા ઓપરેશન માટેના સાધનો રાખવામાં આવ્યા હતા.અને તેના દ્વારા સારવાર અપાઇ હતી. વન વિભાગના ફોરેસ્ટર આર.બી. મોઢવાડીયા સહિત ટીમ કામગીરીમાં જોડાઈ હતી.આ શિયાળાના સમયમાં દેશ વિદેશથી મહેમાન બનતા પક્ષીઓ પતંગના દોરામાં અથડાઇ અથવા તે ગુંચળામાં આવી ઘવાતા હોય અથવા મૃત્યુ પામતા હોય છે.ત્યારે વન વિભાગે અપીલ પણ કરી હતી કે કયાંય દોરામાં પક્ષીઓ ફસાયા હોય તો તાત્કાલિક જાણ કરવી.