પોરબંદર

પોરબંદરમાં પોલીસની નેત્રમ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ની ટીમ દ્વારા ગુમ થયેલ મોબાઈલ,રોકડ અને શૈક્ષણિક પ્રમાણપત્ર સી.સી.ટી.વી. કેમેરાના માધ્યમથી શોધી તેના મૂળ માલિકને પરત અપાવ્યા છે.

પોરબંદરના કડીયા પ્લોટ ખાતે વિદ્યા સહાયક ભરતીના ડોક્યુમેન્ટ વેરીફીકેશન માટે આપેલ ઉમેદવારના અસલ શૈક્ષણિક ડોકયુમેન્ટની બેગ પોતાની બાઇક પરથી નીચે પડી જતા ઉમેદવારે તાત્કાલીક કમાંડ એન્ડ કંટ્રોલ સેન્ટરનો સંપર્ક સાધતા નેત્રમ ટીમ દ્વારા સંબંધિત વિસ્તારના સી.સી.ટી.વી. ફુટેજ ચેક કરી શૈક્ષણિક ડોકયુમેન્ટની બેગ શોધી કાઢી ઉમેદવારનો સંપર્ક કરી તેઓના મહત્વના ડોકયુમેન્ટ પરત અપાવ્યા હતા.

તો ખાપટ વિસ્તાર માં રહેતા રાણાભાઇ માલદેભાઈ અખીયા પેરેડાઇઝ પાસે ફૂવારા પાસે મજૂરી કામ પતાવી ઓટો રિક્ષા મારફતે પોતાના ઘરે પરત ફરતી વખતે .રૂ. ૧૨૦૦૦ની અંદાજીત કીમત નો મોબાઇલ તથા મોબાઇલ કવર સાથે રાખેલ રોકડ રૂ।. ૨૦૦૦ રિક્ષામાં જ ભુલી ગયા હતા.જેથી નેત્રમ સ્ટાફ દ્વારા સી.સી.ટી.વી. ચેક કરી તેઓના જણાવ્યા મુજબની રિક્ષાને શોધી કાઢી નેત્રમના સોફ્ટવેરની મદદથી રિક્ષા માલિકની ડીટેઇલ મેળવી રિક્ષાચાલકનો સંપર્ક કર્યો હતો અને મોબાઇલ તથા રોકડ મૂળ માલિકને પરત અપાવી હતી,

જેથી શહેરમાં બનતા અનેક બનાવોમાં વિશ્વાસ પ્રોજેકટ દ્વારા લગાવેલ સી.સી.ટી.વી. કેમેરાની ખરી ઉપયોગીતા સાબિત થતા આ તકે ઉપરોકત બંન્ને અરજદારે પોતાનો કીંમતી સામાન શોધી કાઢી પરત અપાવવા બદલ કમાન અને કંટ્રોલ સેન્ટર નેત્રમ પોરબંદર પોલીસનો ખુબ ખુબ આભાર વ્યકત કર્યો હતો.