પોરબંદર

સમસ્ત બ્રહ્મ સમાજનું ગૌરવ પોરબંદર માં કરાટે માર્શલ આર્ટમાં અનેક મેડલો મેળવનાર બ્રહ્મસમાજની દીકરી રાધિકા દવેનું સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મસમાજ મહિલા પાંખ ના બહેનો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.રમત ગમત ક્ષેત્રે પોરબંદર શહેર ને આગવું સ્થાન આપનાર મૂળ જામ આંબરડી ગામની દીકરી અને ગોઢાણીયા કોલેજ માં અભ્યાસ કરતી બ્રહ્મ સમાજ ની દીકરી રાધિકા સુરેશભાઈ દવે એ આજના સમયમાં સેલ્ફ ડિફેન્સ માર્શલ આર્ટ્સમાં જિલ્લા કક્ષાએ, સૌરાષ્ટ્ર ઝોન કક્ષાએ, તેમજ રાજ્ય, અને રાષ્ટ્રીય કક્ષાએ, અનેક મેડલ મેળવી પોરબંદર શહેર સમસ્ત બ્રહ્મસમાજ તથા ગુજરાતનું ગૌરવ વધાર્યું છે,
જેમાં કરાટેમાં સ્ટેટમાં ગોલ્ડ અને નેશનલ માં ગોલ્ડ એવી જ રીતે પિનાક સિલાટ ગેમ માં ગોલ્ડ મેડલ, તથા એશિયન થાઈ બોક્સિંગ ગેમમાં બ્રોન્ઝ મેડલ મેળવેલ છે,
આ ઉપરાંત કુડોગેઈમમાં સ્ટેટ કક્ષાએ ગોલ્ડ,અને રાષ્ટ્રીય કક્ષાએ સિલ્વર મેડલ મેળવેલ છે,
સખત મહેનત અને ટ્રેનિંગ દ્વારા અનેક રાજ્યોના અલગ-અલગ શહેરો જમ્મુ કાશ્મીર દિલ્હી સુરત ભરૂચ જુનાગઢ ગોવા હૈદરાબાદ હિમાચલ પ્રદેશ વગેરે જગ્યાએ ભાગ લઇ ભારત, ગુજરાત, અને પોરબંદર નું પ્રતિનિધિત્વ કરી ગૌરવ વધારેલ છે,
રાયફલ શૂટિંગની ટ્રેનિંગ દિવ્યરાજસિંહ રાણા,કાજલબેન વાઘેલા પાસેથી પ્રાપ્ત કરેલ અને એથ્લેટીક્સ ટ્રેનિંગ શાંતીબેન ભૂતિયા ગોઢાણિયા સ્કૂલ પાસેથી મેળવેલ,કરાટે કુડો ગેઇમ પિનચાક સિલાટ, યોગા વગેરે ટ્રેનિંગ કેતન કોટીયા, મહેશભાઈ,સુરજભાઈ પાસેથી મેળવેલ,

રાધિકા દવે એ અનેક મેડલો પ્રાપ્ત કર્યા હોય જે ખૂબજ ગૌરવની વાત કહેવાય.સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજ મહિલા પાંખના જિલ્લા પ્રમુખ ક્રિષ્નાબેન ઠાકર સાથે ભૂમિબેન જોશી,વર્ષાબેન જોશી,હેતલબેન સાણથરા,ચાંદનીબેન દવે, ભારતીબેન જાની,રમાબેન પુરોહિત સહિતના બહેનોએ વેદ મંત્ર અને હર હર મહાદેવ ના જય ઘોષ સાથે રાધિકા ને ઉપવસ્ત્ર થી સન્માનિત કરી,અઢળક શુભેચ્છાઓ આપી હતી.

ભવિષ્યમાં તેઓ ખૂબ આગળ વધે, ખૂબ પ્રગતિ કરી તેમના પરિવારનુ,સમસ્ત બ્રહ્મ સમાજ નુ, અને પોરબંદર શહેર નું નામ રોશન કરે તેવી મંગલ કામનાઓ સાથે સૌરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહ્મસમાજ મહિલા પાંખના બહેનોએ શુભકામનાઓ પાઠવી હતી.