ફાઈલ તસ્વીર

પોરબંદર

પોરબંદરમાં આજે રામનવમીની ઉજવણી માટે મહાલક્ષ્મી મંદિર ખાતે કાર્યાલય નો સંતગણની ઉપસ્થિતિમાં
પ્રારંભ કરવામાં આવશે.

પોરબંદરમાં આજે રામનવમીની ઉજવણી માટે કાર્યાલયનો શુભારંભ થશે.પોરબંદર વિશ્વ હિન્દુ પરિષદ-બજરંગદળ દ્વારા દર વર્ષે ભગવાન મર્યાદા પુરૂષતોમ ભગવાન શ્રી રામજન્મોત્સવ ‘રામનવમી’ ની ઉજવણી શોભાયાત્રા સ્વરૂપે ધામધુમથી ઉજવણી કરવામાં આવે છે.આ વર્ષે પણ પોરબંદર વિશ્વ હિન્દુ પરિષદ-બજરંગદળ દ્વારા શ્રી રામજન્મોત્સવને વધાવવા ભગવાન શ્રી રામચંદ્રજીની ભવ્ય શોભાયાત્રા રામનવમી તા. ૧૦/૪/૨૦૨૨ રવિવારે ધામધુમથી ઉજવવામાં આવશે.

આ શોભાયાત્રામાં હિન્દુ સમાજના સર્વે સંતગણ વિવિધ સમાજના આગેવાનો,વેપારી મંડળો,ગણેશ મંડળો,ગરબી મંડળો,સામાજીક સંસ્થાઓ,શૈક્ષણિક સંસ્થાઓ,પ્રબુધ્ધ નાગરિકો સહિત સર્વે હિન્દુ સમાજના ભાઈ-બહેનો,વિવિધ સંસ્થાઓ,એશોસીએશનો,ઉત્સાહભેર શોભાયાત્રામાં જોડાઈને શોભાયાત્રાની શોભા વધારશે.

રામનવમીની શોભાયાત્રાની ચાલતી તૈયારીને આખરી સ્વરૂપ અપાવવા માટે રામનવમી શોભાયાત્રાના કાર્યાલયનો  શુભારંભ પુજનીય સંતગણના વરદ હસ્તે તા. ૨૩/૩/૨૨, બુધવારે રાત્રે ૯:૦૦ કલાકે શ્રી મહાલક્ષ્મી મંદિરે, ડ્રીમલેન્ડ સિનેમા સામે રાખવામાં આવેલ છે.રામનવમી શોભાયાત્રાના કાર્યાલયના શુભારંભ પ્રસંગે સર્વે હિન્દુસમાજના ભાઈઓ-બહેનો, યુવાનોને સમયસર હાજરી આપવા પોરબંદર વિશ્વ હિન્દુ પરિષદ-બજરંગદળ દ્વારા જાહેર અપીલ કરાઈ છે.