પોરબંદર

પોરબંદરપીજીવીસીએલ દ્વારા નિયમિત વીજબીલ ભરનારા પોરબંદર,માંગરોળ કેશોદ વગેરે ગામો ના વીજ ગ્રાહકો નું પીજીવીસીએલ દ્વારા સન્માન કરાયું હતું.

પોરબંદર પીજીવીસીએલ દ્વારા વીજબીલના નાણા નિયત સમયમર્યાદામાં ભરપાઈ કરી આપતા હોય તેવા વીજ ગ્રાહકોનું સન્માન કરવામાં આવ્યું છે.આ અંગે પીજીવીસીએલની નિગમિત કચેરી દ્વારા આવા નિયમિત વીજબિલનું ભરણું કરી આપતા હોય તેવા વીજ ગ્રાહકોની પસંદગી કરવામાં આવી હતી.જે અંતર્ગત કોસ્ટલ પેટાવિભાગીય કચેરીના વીજ ગ્રાહક લખમણભાઈ માલદેભાઈ કેશવાલાનું સન્માન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે વર્તુળ કચેરીના અધ્યક્ષ સુપ્રીટેન્ડીંગ ઈજનેર કોડીયાતર,શહેર વિભાગીય કચેરીના વડા કાર્યપાલક ઈજનેર રાબડીયા,સોમૈયા દ્વારા ગ્રાહકનું તેના ઘરે જઈને ફૂલહાર તેમજ મોમેન્ટો-ટ્રોફી આપી વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. ઉપરાંત પોરબંદર પીજીવીસીએલ સર્કલ અંતર્ગત આવતા કેશોદ માંગરોળ સહિતના ગામો માં પણ આ રીતે નિયમિત બીલ ભરનાર વીજ ગ્રાહકો નું સન્માન કરાયું હતું.પીજીવીસીએલના વીજ ગ્રાહકો સમયસર વીજબિલનું ભરણું કરે,અને ઓનલાઈન પેમેન્ટ માટે પ્રોત્સાહન મળે તે માટે આ સન્માન કરાયું હતું.તેમજ પીજીવીસીએલના દરેક વીજ ગ્રાહકો નિયત સમયમર્યાદામાં વીજબીલ ભરપાઈ કરે,વધારાના વિલંબિત ચાર્જ – રીક્નેક્સન ચાર્જ ચુકવવા ન પડે અને ઓનલાઈન ભરણું કરવા માટે પીજીવીસીએલ,પોરબંદર દ્વારા અપીલ પણ કરવામાં આવી છે.