પોરબંદર

પોરબંદર પાલિકા દ્વારા વધુ ૩ કોમર્શીયલ મિલ્કત સીલ કરાઈ છે.જયારે ૧૨ મિલ્કત ધારકો એ બાકી નીકળતો સવા લાખ રૂ નો વેરો સ્થળ પર ભરી દીધો હતો.
માર્ચ એન્ડીંગ પહેલા પોરબંદર પાલિકા દ્વારા લાંબા સમય થી બાકી નીકળતો વેરો વસુલવા કમર કસી છે.જેમાં અગાઉ ૧૫ જેટલી મિલ્કત સીલ કર્યા બાદ આજે વધુ ૩ કોમર્શીયલ મિલ્કત સીલ કરી હતી.હાઉસ ટેક્સ ઇન્સ્પેકટર વિપુલભાઈ ભટ્ટ,કમલેશભાઈ અમલાણી,દેવભાઈ નિમાવત, સુનિલભાઈ રામદતિ, સરજુભાઈ સિંધલ,માલદેભાઈ ખુંટી સહીતની ટીમ દ્વારા ૧૫ મિલ્કત સીલ કરવાનું આયોજન કરાયું હતું.જેમાં ૧૨ મિલ્કત ધારકો એ તેનો બાકી નીકળતો સવા લાખ રૂ નો વેરો ચૂકવી આપ્યો હતો.જયારે ખારવાવાડ માં આવેલ ૩ મચ્છી ની વખાર ના માલિકો નો ઘણા લાંબા સમય થી રૂ દોઢ લાખ જેટલો વેરો બાકી હોવાથી તે ત્રણ વખાર સીલ કરી હતી.