પોરબંદર

પોરબંદરમાં પાલિકા દ્વારા લાંબા સમય થી બાકી નીકળતા વેરા વસુલવા ઝુંબેશ હાથ ધરી છે.જેમાં વેરો ન ભરનાર 5 કોમર્શીયલ મિલકત સીલ કરાઈ છે.જો કે બાકીદારો ના નામ જાહેર ન કરવામાં આવતા અનેક ચર્ચાઓ જાગી છે.

પોરબંદર પાલિકા ને 18 કરોડ રૂપિયા જેટલો વેરો ઘણા લાંબા સમય થી વસુલવાનો બાકી છે તેમજ ચાલુ વર્ષ ના વેરા ના પણ 12 કરોડ રૂપિયા બાકી છે.જેથી આવા બાકીદારો ને અગાઉ નોટીસ ફટકારી વેરો ભરવા સૂચના આપી હતી છતાં અનેક મિલકત ધારકોએ વેરો નહિ ભરતા પાલિકા તંત્ર દ્વારા બાકીદારો ને ત્યાં જઈ ને ઢોલ નગારા વગાડવાની કામગીરી કરવામાં આવી હતી.જેમાં પોરબંદર અને છાયા વિસ્તારમાં 9 સ્થળે ઢોલ નગારા વગાડવામાં આવતા 4 આસામીઓ એ રૂ. 53 હજાર નો વેરો સ્થળ પર જ ભરી દીધો હતો.જ્યારે બાકીના ધારકોએ બીજા દિવસે વેરો ભરી જવાની ખાતરી આપી હતી.ઉપરાંત જેમાં કુલ 6 મિલકત ધારકો ની મિલકત ને સીલ મારવા ની કામગીરી હાથ ધરતા એક મિલકત ધારકે સ્થળ પર જ બાકી નીકળતા 45 હજાર રૂપિયા ભરી દીધા હતા.જયારે 5 કોમર્શીયલ મિલકત સીલ કરવામાં આવી છે.જો કે પાલિકા ના ચીફ ઓફિસર મનન ચતુર્વેદી એ જે મિલકત ધારકો ની મિલકત સીલ કરી છે.તેના નામ જાહેર કરવા ઇન્કાર કરી દેતા અનેક ચર્ચાઓ જાગી છે.