પોરબંદર

પોરબંદર પાલિકા દ્વારા ચોપાટી મેદાન ખાતે વ્યવસાય કરતા ચકડોળ ધારકો ને હટાવવામાં આવ્યા છે.જેથી ચકડોળ ધારકો એ પાલિકા ને રજૂઆત કરી વૈકલ્પિક જગ્યા ફાળવવા માંગ કરી છે.

પોરબંદરના ચોપાટી મેદાન ખાતે છેલ્લા ઘણા સમયથી ચકડોળ અને વિવિધ રાઇડસ રાખી પોતાનું ગુજરાન ચલાવતા 100 થી વધુ પરિવારો ને વહીવટીતંત્ર દ્વ્રારા નોટીસ આપી જગ્યા ખાલી કરવા જણાવ્યું હતું.આથી ચકડોળ ધારકો એ ચકડોળ હટાવી તેનો સામાન સામે ની બાજુ એ આવેલ પાલિકા નાં હાથીવાળા મેદાનમાં રાખતા પાલિકા દ્વારા ત્યાંથી પણ સામાન હટાવવા કાર્યવાહી હાથ ધરી હતી.આથી ચકડોળ ધારકો પરિવાર સાથે પાલિકા કચેરી એ દોડી ગયા હતા.અને પોતાનું ગુજરાન ચલાવવા અને ધંધો ફરી શરૂ કરવા વૈકલ્પિક જગ્યા ફાળવવા ચીફ ઓફિસર ને રજૂઆત કરી હતી.આથી ચીફ ઓફિસર મનન ચતુર્વેદી એ ચકડોળ ધારકો ને સર્વે કર્યા બાદ યોગ્ય જગ્યા હશે તો ફાળવવા ખાતરી આપી હતી.