પોરબંદર

પોરબંદરની મુખ્ય બજાર ડ્રીમલેન્ડ સિનેમાથી માણેકચોક અને સુદામાચોક સહિતના વિસ્તાર માં છેલ્લા ત્રીસેક વર્ષ થી દર વર્ષે ચોમાસામાં વરસાદી પાણી ભરાઈ જાય છે.જે અંગે અનેક રજૂઆત બાદ આ વિસ્તાર માં અઢી કરોડના ખર્ચે સ્ટ્રોમ વોટર ડ્રેનેજનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે.જેનાથી વરસાદી પાણી ભરાવાની સમસ્યાનો અંત આવશે.

પોરબંદરના સુદામાચોકથી માણેક ચોક સુધીના રસ્તા ઉપર મુખ્ય બજારમાં દર વર્ષે ચોમાસા દરમ્યાન પાણીનો ભરાવો થઇ જતો હતો.સામાન્ય વરસાદ માં પણ ગોઠણડૂબ પાણી ભરાતા હતા.અને તેનો નિકાલ થતો ન હોવાના કારણે વેપારીઓ પરેશાની નો સામનો કરવો પડતો હતો.છેલ્લા ત્રણ દાયકા થી વધુ સમય થી આ સમસ્યા જોવા મળતી હતી જે અંગે વેપારીઓ અને વિપક્ષ દ્વારા અનેક રજુઆતો બાદ આ અંગે પાલિકા એ સ્ટ્રોમ વોટર ડ્રેનેજ પ્રોજેક્ટ તૈયાર કર્યો હતો.અને આજે ખાદી ભંડાર પાસે ધારાસભ્ય બાબુભાઈ બોખીરીયા ના હસ્તે સ્ટ્રોમ વોટર ડ્રેનેજ નું ખાત મુહુર્ત કરાયું હતું.અઢી કરોડ ના ખર્ચે થનાર આ કામગીરી ચોમાસા પહેલા પૂર્ણ કરવા પાલિકા દ્વારા ખાતરી આપવામાં આવી હતી. ત્રણ દાયકા જૂની સમસ્યા નું નિરાકરણ આવવાથી વેપારીઓ માં પણ ખુશી ની લાગણી જોવા મળતી હતી.