પોરબંદર

અધિક્ષક નશાબંધી અને આબકારી ખાતુ તેમજ જનરલ નર્સીંગ કોલેજના સંયુક્ત ઉપક્રમે જનરલ નર્સીંગ કેમ્પસ ખાતે આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત નશાબંધી પ્રસાર-પ્રચારનું કાર્યક્રમનું નિયામક સુનિલકુમાર(આઇ.એ.એસ) નશાબંધી અને આબકારી ખાતું,ગુજરાત રાજ્ય ગાંધીનરના અધ્યક્ષ સ્થાને નશાબંધી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમની શરૂઆત આમંત્રિત મહેમાનોને પુષ્પગુચ્છ આપી શબ્દો થી સ્વાગત કરવામાં આવેલ કાર્યક્રમ શરુઆત વિધાર્થીઓ વકૃત્વ સ્પર્ધા ચિત્ર સ્પર્ધા થી વિચારો રજુ કર્યા,ત્યારબાદ મુખ્ય મહેમાન નિયામક  સુનિલકુમાર (આઇ.એ. એસ) એ જણાવ્યું કે પોરબંદર વાસીઓને વ્યસનનો નહી પરંતુ પ્રકૃતિ અને ગાંધી જેવા મહાન વ્યક્તિનો નશો હોવો જોઇએ તેમજ વિધાર્થીઓને વ્યસનની આદત કેવી રીતે પડે તેમજ વ્યસનના પ્રકારો વિશે વિસ્તૃત માહિતી આપી હતી. અને જણાવ્યું કે,વિધાર્થીઓને કારકીર્દી માટે એક ચોક્કસ ધ્યેય હોવો જોઇએ જે પોતાના સંઘર્ષ ભર્યા જીવનના ઉદાહરણો આપી કેવી રીતે સફળતા મેળવી તે વિશે વિસ્તૃત માહિતી આપી હતી,અને જણાવ્યુ કે,પોરબંદરે વિશ્વને ગાંધીજી જેવા મહાન વ્યક્તિ આપ્યા આ ભુમીમાં વ્યસન છોડી દેશને નવા રસ્તે ચાલવા જણાવ્યું હતું.

ત્યારબાદ નશાબંધી અધીક્ષક પી.આર ગોહિલએ નિયામકનો આભાર માન્યો કે તેઓ ગાંધીનગરથી અહીંયા આવ્યા અને મનોબળ વધાર્યું તેમજ હાજર વિધાર્થીઓને ગુરૂજનોની હાજરીમાં હવે ક્યારેય વ્યસન નહીં કરૂ તેમજ સમાજને વ્યસન છોડાવવા માટે પ્રયત્ન કરીશ જે બાબતે વ્યસન મુક્તિની પ્રતિજ્ઞા લેવડાવી હતી.ત્યારબાદ આચાર્ય પંડ્યાએ આભારવીધી કરી હતી જેમજ સ્પર્ધામાં વિજેતા થયેલ સ્પર્ધકોને નશાબંધી ખાતા દ્વારા મહાનુભાવોના હસ્તે ઇનામ વિતરણ અને પ્રમાણપત્ર આપવામાં આવેલ સમગ્ર કાર્યક્રમનું સંચાલન નર્સિંગ કોલેજના વિધાર્થીઓ દ્વારા કરવામાં આવેલ,અને કાર્યક્રમ સફળ રહેવા પામ્યો હતો.