પોરબંદર

રમતગમત અને શારીરિક વિકાસ એ બાળ વિકાસનો અભિન્ન ભાગ છે.વિદ્યાર્થીઓના જીવનમાં રમતગમતના આ મહત્વની ઉજવણી કરવા માટે, GMC શાળાએ વિદ્યાર્થીઓ માટે વાર્ષિક રમતગમત દિવસનું આયોજન કર્યું હતું. વિદ્યાર્થીઓની આંતરિક સ્પર્ધાના આધારે વર્ગ મુજબ ફાઇનલ માટે વિધાર્થીઓ ની પસંદગી કરવામાં આવી હતી.અને પછી ફાઇનલ માં સિલેક્ટ થયેલા બાળકો એ વાર્ષિક રમતગમત ના દિવસે અંતિમ સ્પર્ધા દરમિયાન તેમનું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું.

વિદ્યાર્થીઓએ ડિસ્કસ થ્રો, ભાલા ફેંક, દોડ, સાયકલિંગ, વોલીબોલ, હર્ડલ રેસ, ટગ ઓફ વોર અને અન્ય મનોરંજક સ્પર્ધાઓ જેવી કે ત્રણ પગની રેસ, બેલેન્સ રેસ વગેરે જેવી ઘણી પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હતો.પ્રિ સ્કૂલ થી ધોરણ 12 સુધીના વિદ્યાર્થીઓએ અંતિમ સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો.સમારોહ દરમિયાન વિજેતાઓને મેડલ એનાયત કરવામાં આવ્યા હતા.વિદ્યાર્થીઓએ આનંદ અને ઉત્સાહથી ભરપૂર દિવસનો આનંદ માણ્યો હતો. શાળાના પ્રીફેક્ટ ટીમ સહિત સ્ટાફ અને સ્વયંસેવકોએ સમગ્ર પ્રસંગને સુંદર અને સંપૂર્ણતા સાથે સંભાળ્યો.ડિરેક્ટર પૂર્ણેશ જૈન અને આચાર્ય ગરિમા જૈને વિજેતાઓને અભિનંદન પાઠવ્યા હતા.અને કાર્યક્રમના આયોજનમાં શિક્ષકો અને પ્રિફેક્ટ્સના પ્રયાસોની પ્રશંસા કરી હતી.