પોરબંદર

પોરબંદર ખાતે શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ શૈક્ષણિક સંકુલ દ્વારા સંચાલિત શ્રી સ્વામિનારાયણ જે. એન. રૂપારેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ,શ્રી સ્વામિનારાયણ હર્ષાબેન પદુભાઈ રાયચુરા કોલેજ ઓફ કોમર્સ અને શ્રી અનિકાબેન અશ્વિનભાઈ કોટડીયા કોલેજ ઓફ બી.બી. એ. ના સંયુક્ત ઉપક્રમે આયોજિત ટીમફીસ્ટ 2022 સફળતાપૂર્વક સંપન્ન થયેલ છે. આ કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થીઓમાં રહેલી આંતરિક શક્તિનો વિકાસ થાય, તેઓ વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લે અને સાથે સાથે તેમના જ્ઞાનમાં અભિવૃદ્ધિ થાય તેવા શુભ હેતુથી આ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું.

શ્રી સ્વામિનારાયણ જે.એન.રૂપારેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ છેલ્લા ૧૨ વર્ષથી સફળતાપૂર્વક મેનેજમેન્ટનું પ્રાયોગિક તેમજ સૈદ્ધાંતિક શિક્ષણ વિદ્યાર્થીઓને કરાવી રહી છે. ટીમફીસ્ટનાં આયોજન દ્વારા દર વર્ષે આ સંસ્થા સમગ્ર પોરબંદર જિલ્લાની દરેક મહાવિદ્યાલયના વિદ્યાર્થીઓને આમંત્રિત કરી એક વિશાળ સ્પર્ધાનું આયોજન કરે છે. આ વર્ષે તારીખ 10 મે 2022 ના રોજ આયોજીત ટીમ ફીસ્ટ 2022માં પોરબંદર જિલ્લાની તમામ કોલેજના અને સાથે સાથે ક્લાસીસના લગભગ એક હજાર વિદ્યાર્થીઓએ અલગ અલગ 11 સ્પર્ધાઓમાં ભાગ લીધો અને વિજેતાઓએ પારિતોષિક મેળવ્યા હતા. દિવસ દરમિયાન લગભગ ૨૦૦૦ વિદ્યાર્થીઓએ કોલેજ સંકુલની મુલાકાત લીધી હતી.સવારે ૯ વાગ્યા થી શરૂ થયેલો આ કાર્યક્રમમાં જનરલ નોલેજ ક્વિઝ, પોસ્ટર મેકિગ, કોલાજ મેકીગ, મહેંદી, ફોટોગ્રાફી, ગ્રુપ ગેમ, વન મિનિટ ગેમ દ્વારા વિદ્યાર્થીમાં રહેલી જ્ઞાનની
જીજ્ઞાસાને સંતોષવામાં સફળ રહી હતી. સાંજના સમયે ગ્રુપ ડાન્સ સ્પર્ધા અંતર્ગત ૧૨ જેટલા અલગ અલગ ગ્રુપ દ્વારા વિદ્યાર્થીઓએ પોતાનું સાંસ્કૃતિક કૌશલ્ય રજૂ કર્યું હતું. ટીમફીસ્ટ તેના આગવા મેનેજમેન્ટ સાથે સાથે વિજેતાઓને અપાતા પારિતોષિકો માટે પણ વિખ્યાત છે. કાર્યક્રમના અંતે દરેક સ્પર્ધાના વિજેતાઓને અઢળક ઈનામોથી બિરદાવવામાં આવ્યા હતા.

૧૧ સ્પર્ધાઓની સાથે સાથે કોલેજ સંકુલમાં વિદ્યાર્થીઓ દ્વારા ટ્રેડ ફેરનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.
જેમ વિદ્યાર્થીઓ એ સ્ટોલ પર વ્યવસાય સ્વરૂપે વિવિધ વાનગીઓ અને ગેમ્સ દ્વારા એક દિવસ માટે વ્યવસાય કરવાનો અનુભવ મેળવ્યો હતો. સંસ્થાના આ નવીનતમ પ્રયોગને પોરબંદર શહેરનાં તમામ અગ્રણીઓએ બિરદાવ્યો હતો.

આ કાર્યક્રમની ખાસિયત એ છે કે સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંચાલન વિદ્યાર્થીઓ દ્વારા જ કરવામાં આવે છે. રજી્ટ્રેશનથી લઇ સ્પોન્સરશિપ થી ભંડોળ એકત્રિત કરી ઇવેન્ટનું આયોજન કરવામાં આવે છે જેથી
વિદ્યાર્થીઓને માર્કેટિંગનો પણ અનુભવ મળી રહે.

કાર્યક્રમમાં ખારવા સમાજના વાણોટ પવનભાઈ શિયાળ,રણછોડભાઈ શિયાળ, જાણીતા ઉદ્યોગપતિ અને સંસ્થાના ટ્રસ્ટી પદુભાઈ રાયચુરા તથા હરસુખભાઈ બુદ્ધદેવ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે સમગ્ર
આયોજનને બિરદાવ્યું હતું. સંસ્થાવતી શા. સ્વામી ભાનુ પ્રકાશદાસજીએ વિદ્યાથીઓ અને અધ્યાપકોની મહેનતને બિરદાવી હતી.