પ્રતીકાત્મક તસ્વીર

પોરબંદર

પોરબંદર જિલ્લામાં તા.૧૯ ના રોજ ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજવામાં આવી હતી.પણ રિણાવાડા ગામમાં તા. ૨૦ ના રોજ ફરીથી ચૂંટણી યોજવામાં આવી હતી.આવા સમયે વહીવટી તંત્ર પાસે બધી તૈયારી કરવા માટે માત્ર ૩ કલાકનો જ સમય બચ્યો હતો.ત્યારે નવી ટીમ બનાવવાની થતી હોવાથી શિક્ષકો ચૂંટણી પ્રક્રિયાથી વાકેફ હોઈ અને માત્ર ૧૦ મિનિટની ટુંકી નોટિસમા કોઈપણ જાતનો વિચાર કર્યા વગર તૈયાર થઈ જાય તેવા લોકોની જરૂર હતી.રિઝર્વ રહેલા શિક્ષકો પણ ર દિવસથી સતત કામગીરીને લીધે થાકી ગયેલા હતા.

આવા સમયે વિજય ભાઈ એ. મહેતા. નવયુગ વિદ્યાલય, સ્કુલના અંદાજે પપ વર્ષના શિક્ષક સામે ચાલીને લોકશાહીના પર્વમા ફરજ બજાવવા તૈયાર થયા.પ્રોઢ શિક્ષકનો આવો ઊર્જા પ્રેરિત ઉત્સાહ સતત ર દિવસના કામ બાદ જોઈને યુવાન શિક્ષકોને પણ સંકોચ થયો.અને જાતે આ કામ માટે પ્રેરીત થયા.અને આખો કાફલો રાતે ૧૦ વાગ્યે ફરી ઉપડ્યો. રિણાવાડા અને તા.૨૦ ના રોજ પુનઃ મતદાન સુપેરે પાર પાડીને સાંજે ૦૭:૦૦ વાગ્યે વિજય ભાઈએ હસતા મોઢે બધુ સાહિત્ય સોંપતા સામેથી THANK YOU કહ્યું.જે સાંભળીને મામલતદાર સંદીપ જાદવને લાગ્યું કે,સમગ્ર વહીવટી તંત્ર પછી તે રેવન્યુ હોય -પંચાયત હોઇ- પોલીસ હોઇ- શિક્ષક હોઇ આવા કર્મચારીઓના લીધે જ ચાલી રહ્યું છે.સલામ છે આવા કર્મયોગીને જેણે લોકશાહીના પર્વમા પરસેવો પાડ્યો છે.