પોરબંદર

પોરબંદર ના રાતીયા ગામે સરકારી ખરાબા માં ચાલી રહેલી રેતીચોરી પર ગ્રામ્ય મામલતદારે દરોડો પાડી સ્થળ પર થી અડધા કરોડ નો મુદામાલ કબજે કર્યો હતો.

પોરબંદર ના કલેકટર અશોક શર્માની સુચના થી પ્રાંત અઘિકારી જાડેજા ના માર્ગદર્શન હેઠળ ગ્રામ્ય મામલતદાર સંદીપસિંહ જાદવ અને તેની ટીમ દ્વારા રાતીયા ગામમાં સરકારી ખરાબામાંથી દરિયા કિનારાના જંગલને અડિને રેતીનું ગેરકાયદેસર ખનન ઝડપી લીધું છે.આ ખનન રાતીયા ગામે રહેતા દેવશી જી. કેશવાલા નામના શખ્શ દ્વારા કરવામાં આવતું હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાતા તેના વિરૂઘ્ઘ કાદેસરની કાર્યવાહી કરી સ્થળ પર થી એક ટ્રક,ચાર ટ્રેકટર અને એક લોડર મળી કુલ અંદાજે રૂ.૫૦ લાખ રૂપીયાનો મુદામાલ કબજે કર્યો છે.અને આગળની કાર્યવાહી માટે ખાણખનીજ વિભાગને રીપોર્ટ કરવામાં આવ્યો છે.

જે બાબતે ઉંડાણપૂર્વક તપાસ થયા બાદ મોટી રકમ ની ખનીજચોરી સામે આવે તેવી શક્યતા છે.ઉલ્લેખનીય છે કે રાતડી,મિયાણી,ભાવપરા કુછડી સહીત ની દરિયાઈ પટ્ટી પર બેફામપણે રેતીચોરી તથા ખનીજચોરી થઇ રહી છે.જેના કારણે દર વર્ષે ચોમાસા માં રેતી ના પાળા તૂટવાથી દરિયાનું પાણી ગામ માં ઘુસી જવાની પણ ભીતિ રહે છે.