પોરબંદર

પોરબંદર ના મોરાણા ગામે જેઠવા રાજપૂત સમાજના કુળદેવી વિંધ્યવાસિની માતાજીનો પાટોત્સવ યોજાયો હતો.

પોરબંદર તાલુકાના મોરાણા ગામે જેઠવા રાજપૂત સમાજના કુળદેવી શ્રી વિંધ્યવાસિની માતાજીનો ૧૧મો પાટોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવેલ.જેમાં વિંધ્યવાસિની માતાજીના મંદિર સામેના પટાંગણમાં યજ્ઞનું આયોજન કરવામાં આવેલ.આ તકે રાજશાખા ના બારોટ રાજુભાઈ બારોટ ખાસ ઉપસ્થિત રહેલ.અને મંદિર સામે હાથ જોડી માતાજીના છંદ દુહા નું ગાયન કરેલ.

ગોંડલના રાજેન્દ્રસિંહ જેઠવા બલવીર સિંહ જેઠવા વિગેરે આમંત્રિત મહેમાનો આ પાટોત્સવમાં હાજર રહેલ.જ્યારે ઓડદર ગોરક્ષનાથ મંદિરના મહંત શ્રી છોટુનાથ બાપુ પણ પધાર્યા હતા.મોરાણા ગામ ના સરપંચ અને જેઠવા રાજપૂત સમાજના અગ્રણી નારુભા બહાદુરસિંહ જેઠવા એ સૌ આમંત્રિત મહેમાનો નું સ્વાગત કરેલ.જ્યારે રાજેન્દ્રસિંહ જેઠવાએ રાજશાખા ના બારોટ રાજુભાઈ બારોટને શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવેલ.વિંધ્યવાસિની માતાજીના પાટોત્સવમાં જેઠવા રાજપુત સમાજ તેમજ મોરાણા ગામ ના મહેર સમાજ અને આજુબાજુના વાડી વિસ્તારના ગ્રામજનો ખાસ ઉપસ્થિત રહેલ.આ સાથે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવેલ.અને સૌએ સાથે મળીને વિંધ્યવાસિની માતાજીનો મહા પ્રસાદનો લાભ લીધેલ.

રિપોર્ટર ધીરુભાઈ નિમાવત બગવદર