પોરબંદર

પોરબંદર તાલુકાના મોરાણા ગામે વિંધ્યવાસિની માતાજી ના મંદિર માં રાખવામાં આવેલ દાન પેટી માં થી રોકડ રકમની ચોરી થઇ હોવા અંગે પોલીસ માં ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ બનાવની વિગત એવી છે કે મોરાણા ગામે આવેલ વિંધ્યવાસિની માતાજીના મંદિરમાં રાખવામાં આવેલ દાનપેટી માંથી કોઈ અજાણ્યા શખ્શો રોકડ રકમ ની ચોરી કરી ગયેલ હોય.જે બાબત મોરાણા ગામ ના સરપંચ નારૂભા બહાદુરસિંહ જેઠવા દ્વારા બગવદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવેલ છે.જેમાં કેટલી રોકડ રકમ હોય તે તો તસ્કરો ઝડપાઈ ત્યારે સાચી હકીકત બહાર આવે.પરંતુ હાલ અત્યારે સાડા પાંચથી છ હજાર રૂપિયા અંદાજિત ફરિયાદ માં લખાવેલ છે.જેથી બગવદર પી.એસ.આઇ એચ.સી.ગોહિલ દ્વારા તસ્કરોની શોધખોળ હાથ ધરેલ છે.ઉપરાંત ગઈકાલે સાંજે ડોગ સ્કવોડ દ્વારા મંદિરે તપાસ કરવામાં આવેલ.

જો કે આ બાબત બગવદર પી.એસ.આઇ.એચ.સી.ગોહિલ સાથે વાતચીત કરતાં તેઓએ જણાવેલ કે તસ્કરો એકાદ-બે દિવસમાં પકડાઈ જશે.તેવી આશા વ્યક્ત કરેલ.વધુમાં આ વિધ્યાવાસીની માતાજીનો ગઈ તારીખ સાતના પાટોત્સવ તેમજ યજ્ઞ કરવામાં આવેલ.જેથી જેઠવા રાજપુત સમાજ અને મહેર સમાજના લોકો મોટી સંખ્યામાં આવેલ.જેથી દાનપેટી માં કેટલી રકમ ની ચોરી થઈ હશે.તે તો તસ્કરો હાથ આવ્યા બાદ ચોક્કસ રકમ જાણી શકાશે.
રિપોર્ટર ધીરુભાઈ નિમાવત બગવદર