પોરબંદર

પોરબંદર ના મિયાણી ગામે ફાયરબ્રિગેડ ની ટીમે 20 ફૂટ ઊંડી કેનાલમાંથી આખલા નું રેસ્ક્યુ કર્યું હતું.

પોરબંદરના મિયાણી ગામે 20 ફૂટ ઊંડી કેનાલમાં આખલો પડી ગયો હતો.જેથી સ્થાનિકોએ આ અંગે ફાયરબ્રિગેડની ટીમને જાણ કરતા ફાયરમેન રવિ ચુડાસમા,પ્રદીપ ચાવડા,પારસ ચૌધરી,સુરેશ રજાક અને ડ્રાઇવર રસીદ ગફાર તુરંત ઘટના સ્થળે પહોંચ્યા હતા.અને લોડર નો ઉપયોગ કરી કેનાલ માંથી આખલાને બહાર કાઢવા જહેમત ઉઠાવી હતી.અને આખલાને રસ્સી વડે બાંધી સલામત રીતે બહાર કાઢવામાં આવ્યો હતો.આ કામગીરીને લોકોએ બિરદાવી હતી.