પોરબંદર

પોરબંદર ના ભોદ ગામે શ્રમિક પરિવારે ગત રાત્રે કઢી પીધા બાદ ફૂડ પોઈઝનીંગ થતા 11 લોકો એ સરકારી હોસ્પીટલે સારવાર માં ખસેડવામાં આવ્યા હતા.

પોરબંદર ના ભોદ ગામે વાડી વિસ્તાર માં મજુરીકામ કરતા મુકેશભાઈ ઠાકુર ભીંડે (ઉવ ૩૭) તથા તેના પરિવારે ગત રાત્રે જમવામાં કઢી લીધી હતી.જમ્યા ના કલાક બાદ જ સમગ્ર પરિવાર ને ઝાડા ઉલટી થતા તમામ ને સારવાર માટે ૧૦૮ મારફત પોરબંદર ની સરકારી હોસ્પીટલે ખસેડવામાં આવ્યા હતા.જેમાં પાંચ સભ્ય ને પ્રાથમિક સારવાર આપી છુટા કરાયા હતા.જયારે મુકેશભાઈ ઉપરાંત લખીબેન મુકેશભાઈ ભીંડે (ઉવ ૩૨)ધનીબેન રાજુભાઈ ભીંડે (ઉવ ૨૦)તથા રાધિકા રાજુભાઈ ભીંડે (ઉવ 6)ને સારવાર માટે દાખલ કરાયા હતા.જ્યાં તેની સ્થિતિ સારી હોવાનું જાણવા મળે છે.