ફાઈલ તસ્વીર

પોરબંદર

પોરબંદર ના બળેજ ગામે સાડા દસ લાખની ખનીજચોરી અંગે એક શખ્શ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

પોરબંદર ખાણ ખનીજ વિભાગ માં માઈન્સ સુપરવાઈઝર તરીકે ફરજ બજાવતા કેવિન યશવંતભાઈ ઉનડકટે માધવપુર પોલીસ મથક માં નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ ગત તા 5-1 ના રોજ ખાણખનીજ વિભાગ ની ટીમ દ્વારા બળેજ અને આસપાસ ના વિસ્તારો માં ખનીજચોરી અંગે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.જે દરમ્યાન પોરબંદર ના એરપોર્ટ રોડ પર રહેતા આશિષ મનસુખભાઈ થાનકી નામના શખ્શે બિન અધિકૃત રીતે ખનન કર્યું હોવાનું સામે આવ્યું હતું.આથી તેની ટીમ દ્વારા માપણી કરવામાં આવતા રૂ ૧૦,૬૩,૩૪૬ ની ખનીજચોરી થઇ હોવાનું સામે આવ્યું હતું.આથી ખાણખનીજ વિભાગે તા ૭-૧ ના રોજ આશિષ ને દંડકીય રકમ વસુલવા નોટીસ પાઠવી હતી.ત્યાર બાદ તા 4-2 ના રોજ તેને સ્મૃતિપત્ર પાઠવવામાં આવ્યો હતો.પરંતુ તે અંગે આશિષે કોઈ પ્રત્યુતર આપ્યો ન હતો.આથી તેની સામે માઈન્સ એન્ડ મિનરલ એક્ટ ની વિવિધ કલમ હેઠળ ગુન્હો નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.