પ્રતીકાત્મક તસ્વીર

પોરબંદર

પોરબંદરના બળેજ ગામે દરિયાકિનારે ચાલતી ગેરકાયદેસર ખાણો ઉપર તંત્રએ દરોડો પાડી ત્રણ ખાણમાંથી ૨૫ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.અને સર્વે ની કામગીરી હાથ ધરી છે.

કુતિયાણા ના પ્રાંત અધિકારી,રાણાવાવ અને કુતિયાણા ના મામલતદાર સહિતની સંયુકત ટીમ દ્વારા બાતમીના આધારે ગત મોડી સાંજે પોરબંદર ના બળેજ ગામે દરીયાકાંઠે ચાલતી ૩ ગેરકાયદેસર ખાણો પર દરોડો પાડી ૧૨ ચકરડી(કટીંગ મશીન) ૪- જનરેટર,૧ ટ્રેકટર મળી અંદાજે રૂ ૨૫ લાખ નો મુદામાલ જપ્ત કરી ખાણખનીજ વિભાગ ની ટીમને સોંપવામાં આવ્યો હતો.આ બધી ખાણો ગેરકાયદેસર ચાલતી હોવાથી માપણીની આગળની કાર્યવાહી ખાણખનીજ શાખા દ્વારા કરવામાં આવશે.ત્યાર બાદ સ્થળ પર થયેલ ખનીજ ચોરીનો આંકડો સામે આવશે.જપ્ત થયેલા સાઘનો તથા વાહનોના આઘારે જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવશે તેવું ગ્રામ્ય મામલતદાર સંદીપસિંહ જાદવે જણાવ્યું છે.