પોરબંદર

બગવદર ગામે યુવતીઓ મહિલાઓ સામે સિસકારા મારી બીભત્સ ચેનચાળા કરતા બે શખ્સો ઝડપાયા હતા.

બગવદર પોલીસ ને ફરિયાદ મળી હતી કે છેલ્લા કેટલાક દિવસોથી રબારી કેડા સહિતના વિસ્તારોમાં બે શખ્સો યુવતીઓ અને મહિલાઓ પસાર થતી હોય ત્યારે તેની સામે સિસકારા બોલાવીને ચેનચાળા કરી રહ્યા છે.આથી પોલીસે રબારીકેડા વિસ્તારમાં વોચ ગોઠવી હતી.તે દરમ્યાન કેટલીક યુવતીઓ,મહિલાઓ ત્યાંથી પસાર થતી હતી ત્યારે બે શખ્સો ત્યાં આવીને સિસકારા બોલાવતા હતા.એટલું જ નહી પરંતુ હાથ અને આંખ વડે બીભત્સ ઇશારા પણ કરવા લાગ્યા હતા.આથી ત્યાં નજીકમાં જ વોચમાં ઉભેલ પોલીસ સ્ટાફે બન્ને શખ્સોને ત્યાં જ ઝડપી લીધા હતા.અને પુછપરછ કરતા એક શખ્સ રબારી કેડામાં રહેતો રીક્ષા ડ્રાઈવર ગીરીશ દિનેશ બાલસ અને બીજો શખ્સ બગવદર એસ. બી. આઈ. બેંક પાછળ રહેતો અને ગેરેજનો ધંધો કરતો નિલેશ.વજશી ગોહેલ હોવાનું કબુલ્યું હતું.પોલીસે આ બન્ને શખ્સો સામે ચેનચાળાનો ગુન્હો નોંધી પૂછપરછ હાથ ધરી છે.