પોરબંદર
પોરબંદર ના બગવદર અને ભારવાડા ગામ વચ્ચે બે બાઈક વચ્ચે અકસ્માત માં યુવાન નું મોત થયું છે.જયારે અન્ય ત્રણ ને ઈજા થઇ છે.

પોરબંદર ના ભારવાડા ગામે કરાર સીમ માં રહેતા કેશુભાઈ નાથાભાઈ ઓડેદરા (ઉવ ૫૨)એ નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ ગઈ કાલે સાંજે તેનો પુત્ર સુભાષ(ઉવ ૧૮) તથા ભાણેજ યુવરાજ દિલીપભાઈ કારાવદરા (ઉવ ૧૨) તેનું બાઈક લઇ ને ભારવાડા ગામ નજીક હાઈવે પર પેટ્રોલ ભરાવવા જઈ રહ્યા હતા.તે દરમ્યાન સામે થી બુલેટ પર અડવાણા ગામ ના દિલીપભાઈ શામજીભાઈ થાનકી (ઉ.વ.૫૭) તથા તેનો ભાણેજ દેવ અશોકભાઈ જોષી (ઉ.વ.૧૭) આવી રહ્યા હતા.

દિલીપભાઈ એ સુભાષ નું બાઈક હડફેટે લેતા હતું.જેથી બન્ને વાહનચાલકો તથા તેની પાછળ બેઠેલ તરુણો ને ગંભીર ઈજાઓ થઇ હતી.જેથી તેઓને સારવાર માટે પોરબંદર ની સરકારી હોસ્પીટલે ખસેડવામાં આવતા ફરજ પર ના ડોકટરે સુભાષ ને મૃત જાહેર કર્યો હતો.જયારે યુવરાજને વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડવામાં આવ્યો છે.જયારે બુલેટ ચાલક દિલીપભાઈ તથા તેના ભાણેજ દેવ ને પણ ઈજાઓ થતા તેઓને પણ વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડવામાં આવ્યા છે. મૃતક સુભાષ ધોરણ 12 માં અભ્યાસ કરે છે.અને તેણે પોરબંદર ખાતે ધોરણ 12 ની પરીક્ષાનું પ્રથમ પેપર આપ્યું હતું. જયારે તેની સાથે રહેલ યુવરાજ ના પિતા નું પણ થોડા દિવસ પહેલા જ અવસાન થયું હતું. અને ગઈકાલે જ તેની ઉત્તરક્રિયા હતી બનાવ ના પગલે ભારવાડા ગામે અરેરાટી વ્યાપી ગઈ છે.

-ધીરુભાઈ નિમાવત,બગવદર