પોરબંદર

સુશાસન સાપ્તાહ અંતર્ગત જીલ્લા આયુર્વેદ અધિકારીની કચેરી પોરબંદર અને સરકારી આર્યુવેદ હોસ્પિટલ પોરબંદર દ્વારા ચારણીઆઈ મંદિર ખાતે ની:શુલ્ક સર્વરોગ નિદાન સારવાર કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું.જેનો લાભ મોટી સંખ્યા માં દર્દીઓ એ લીધો હતો

આરોગ્ય અને પરીવાર કલ્યાણ વિભાગ ગાંધીનગર દ્વારા સુશાસન સપ્તાહ ની ઊજવણી અંતર્ગત નિયામક આયુષ્ય ની કચેરી ગાંધીનગર ના માર્ગદર્શન અંતર્ગત પોરબંદર માં આવેલ ચારણી આઈના મંદિર ખાતે જીલ્લા આયુર્વેદ અધિકારીની કચેરી પોરબંદર અને સરકારી આર્યુવેદ હોસ્પિટલ પોરબંદર દ્વારા ની:શુલ્ક સર્વરોગ નિદાન સારવાર કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બધા જ દર્દીઓને નિઃશુલ્ક આર્યુવેદીક તથા હોમિયોપેથીક દવાઓ આપવામાં આવી હતી.
આ કેમ્પને સફળ બનાવવામાં ડો.મહેશ પાંડાવદરા (આયુર્વેદ મેડિકલ ઓફિસર) ડો.કાર્તિક સોલંકી(આયુર્વેદ મેડિકલ ઓફિસર) ડો.સ્નેહા પરમાર(આયુર્વેદ મેડિકલ ઓફિસર) ડો.દેવેન્દ્ર ડામોર(હોમિયોપેથી મેડિકલ ઓફિસર) ડો.સંજય ઠાકરાર (હોમિયોપેથી મેડિકલ ઓફિસર) હાજર રહી પોતાની સેવા ખૂબ જ સરસ રીતે આપી હતી. આ સમગ્ર કેમ્પ ને સફળ બનાવવા માટે યોગ નિષ્ણાંત જીવાભાઈ ખૂટી એ ઉત્સાહપુર્વક કામગીરી બજાવી હતી.આ તબબકે ચારણી આઈના મંદિર ખાતે આયોજક રાજેશભાઈ જાદવ,રાજેશભાઈ બુધ્ધદેવ,રામભાઈ ભૂતિયા અને મિલાપભાઈ જાદવ દ્વારા તમામ ડોકટરો નો તથા આયુર્વેદ તથા હોમીઓપેથી શાખાના સહકર્મચારીઓ રોનકભાઇ થાનકી,દક્ષાબેન ગઢવી અને સ્વાતીબેન લુખ્ખા એ પોતાની નિસ્વાર્થ સેવા આપેલી હતી,જે બદલ બધાં નો હૃદયપૂર્વક આભાર માન્યો હતો.