પોરબંદર

પોરબંદર ના ખારવાવાડ વિસ્તારમાં કિર્તીમંદિર પોલીસ ની નિષ્ક્રિયતા ના કારણે દારૂનું દુષણ વધ્યું હોવાનું જણાવી ખારવા ચિંતન સમિતિ દ્વારા આ અંગે યોગ્ય પગલા નહી લેવાય તો જનતા રેડની ચીમકી ઉચ્ચારી છે.

પોરબંદર ખારવા ચિંતન સમિતિના પ્રમુખ જીવનભાઈ જુંગી દ્વારા એસપી સહીત ઉચ્ચ કક્ષા એ કરાયેલી રજૂઆત માં જણાવ્યું છે કે ગાંધીજીના જન્મ સ્થળ કીર્તિમંદિર પાછળ,સોની બજાર,ખારવાવાડ વિસ્તારમાં ઠેરઠેર દારૂ વેચાઈ રહ્યો છે. અને દારૂ પીવાય રહ્યો છે.કીર્તિમંદિર પોલીસ આંખ આડા કાન કર્યા હોવાથી બુટલેગરો બેફામ બન્યા છે.દારૂ પીવાના કારણે ખારવા સમાજ સહીત અનેક સમાજ ના લોકો ગંભીર બીમારીમાં સપડાયા છે.અનેક મોત ને ભેટ્યા છે.રોજ દારૂની આદતના કારણે અનેક લોકોના ઘર બરબાદ થઈ રહ્યા છે.બહેનો બાળકોનું જીવવું મુશ્કેલ થયું છે.

દારૂના દુષણના કારણે અનેક પરિવારો માં આર્થિક મુશ્કેલી સર્જાઈ છે.અને પતન થઈ રહ્યું છે.દારૂ નું વેચાણ બંધ થાય અને દારૂની બદી ખારવાવાડ માંથી નાબૂદ થાય તે અંગે કાર્યવાહી કરવા માંગ કરી છે.વધુમાં જણાવ્યું હતું કે, દારૂ અંગેની ફરિયાદ ઉઠે ત્યારે પોલીસ બુટલેગરો પર કેસ કરી બે લીટર દારૂ પકડે છે.પણ દારૂ ક્યાંથી આવ્યો તેના મૂળ સુધી પહોંચતી નથી.ખારવાવાડ માંથી દારૂની બદી તુરંત બંધ થાય તે માટે સક્ષમ અધિકારીને જવાબદારી સોંપવામાં આવે તેવી પણ માંગ જીવનભાઈએ કરી છે.અને જો દારૂની બદી ડામવા માં નહિ આવે તો ખારવા ચિંતન સમિતિ દ્વારા જનતા રેડ કરવામાં આવશે તેવી પણ ચીમકી ઉચ્ચારી છે.