પોરબંદર

પોરબંદર ના બંદર પોલીસ ચોકી થી કિર્તીમંદિર સુધી નો કસ્તુરબા ગાંધી માર્ગ ઘણા સમય થી બિસ્માર હાલત માં છે.જે અંગે સામાજિક કાર્યકરે તંત્ર ને ત્રણ વખત રજૂઆત કરવા છતાં સમારકામ ન થતા તેઓએ તાલુકા સ્વાગત કાર્યક્રમમાં ફરિયાદ કરી છે.

પોરબંદરના સામાજિક કાર્યકર દિલીપભાઈ મશરૂ એ તાલુકા સ્વાગત કાર્યક્રમ માં લેખિત ફરિયાદ કરી જણાવ્યું છે.કે મહાત્મા ગાંધીજી ના જન્મ સ્થળ તરફ જવાનો મુખ્ય રસ્તો કે જે બંદર પોલીસ ચોકીથી કીર્તિમંદિર સુધીનો કસ્તુરબા ગાંધી માર્ગ છેલ્લા ઘણા સમય થી બિસ્માર હાલત માં છે.આ રસ્તા પરથી વાહન ચાલકો તેમજ રાહદારીઓ અને મહાત્મા ગાંધીજીનું જન્મ સ્થળ હોવાથી દેશ-વિદેશથી પર્યટકો બાપુને વંદન કરવા આવતા હોય છે.

આ રસ્તો ખૂબજ ખરાબ હાલતમા ખાડા ખડબા વાળો હોવાથી લોકો ને તેમજ આસપાસના વેપારીઓને અને નજીક માંજ શાકમાર્કેટ હોવાથી અહી આવતા લોકો ને મુશ્કેલી થાય છે.હાલમાં કેન્દ્ર સરકાર ધ્વારા અમૃત મહોત્સવ ઉજવણીનો પ્રારંભ થયો છે.ત્યારે વિશ્વ વંદનીય મહાત્મા ગાંધીજીના જન્મ સ્થળ જવા માટેનો મુખ્ય રસ્તો ખરાબ હોવાથી બહારથી આવતા લાખો લોકો પોરબંદરની ખરાબ છાપ લઈને જાય છે.આ અંગે તેમના દ્વારા અગાઉ ત્રણ વખત તંત્ર ને રજૂઆત કરી હોવા છતાં કોઈ કાર્યવાહી ન થતા હવે સ્વાગત કાર્યક્રમ માં ફરિયાદ કરી છે.