પોરબંદર

પોરબંદર નાં ભોમીયાવદર ગામના ખેડૂત સાથે મધ્યપ્રદેશ નાં બે શખ્સો એ છેતરપિંડી કરી સવા ચાર લાખ ની કીમત નાં ટ્રેક્ટર,બાઈક સહીત નો મુદામાલ લઇ ને નાસી ગયા હતા.જેને પોલીસે મધ્યપ્રદેશ ખાતે થી ઝડપી લઇ તમામ મુદામાલ પણ કબજે કર્યો છે.

પોરબંદર નાં બગવદર પોલીસ મથક ખાતે ગત તા.૧૫/૦૧/૨૦૨રના રોજ ભોમીયાવદર ગામના ફરીયાદી લખમણભાઇ

દુલાભાઇ ઓડેદરાએ  ફરીયાદ નોંધાવી હતી  કે તા.૦૮/૦૧/૨૦૨૨ના રોજ પોતાની વાડીમાં કામ કરતા મજુર ગોપાલ દશરીયા કાયરીયા રહે. મોગરબાવ તા.જી. ધાર (મધ્યપ્રદેશ) તથા ગોપાલનો સાઢુભાઇ ગોવિંદ રહે, ભીલખેડી ગામ તા. નાલસા જી, ધાર વાળા ફરીયાદીની ખેતી ભાગમાં મજુરીકામ કરીને સંભાળતા હોય અને ફરીયાદીએ તેઓને ખેતી કામ માટે સોંપેલ ટ્રેકટર,કિ રૂ ૧,૭૫૦૦૦/-, ટ્રોલી  કિં. ૧,૩૦,૦૦૦/-,ઓજારો રાપ, પાંચીયુ, દાંતી, ખાપા કિ રૂા. ૧૦૦૦૦૦/-,મોટર સાયકલ કિં.૧૦૦૦૦/- મળી કુલ રૂા, ૪,૧૫,૦૦૦/-ની મિલકત ભોમીયાવદર થી જામજોધપુર તાલુકાના ખડબા હોથીજી ગામે ફરીયાદીની વાડીએ ખેતીકામ કરવા જવાનું કહીને લઇ જઇ કોઇને વેંચી નાખીને તેના વતન મધ્યપ્રદેશમાં જતા રહી ફરીયાદી સાથે ગુન્હાહિત વિશ્વાસઘાત કરી ગુન્હો કર્યા અંગેની ફરીયાદ આપતા બગવદર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલ હતો.

ઉપરોકત ગુનાના કામેના મુદામાલ તાત્કાલીક કબ્જે કરી આરોપીઓને સત્વરે અટક કરવા પોલીસ અધિક્ષક ડો.રવિ મોહન સૈનીની સુચના અન્વયે નાયબ પોલીસ અધીક્ષક, સ્મિત ગોહિલ પોરબંદર ગ્રામ્ય નાઓના માર્ગદર્શન અન્વયે આ કામેની તપાસ કરનાર એચ.સી.ગોહિલ પોલીસ સબ ઇન્સ્પેકટર બગવદર એ ગુન્હાની ગંભીરતા સમજી તાત્કાલીક (૧) પોલીસ હેડ કોન્સ્ટેબલ બી.ડી.ગરચર (ર) લોકરક્ષક સતીષભાઇ જોધાભાઇ સોલંકી (૩) લોકરક્ષક કાનાભાઇ સમભાઇ કરગીયા વિગેરેની એક ટીમને મધ્યપ્રદેશ રાજયના ધાર જિલ્લા ખાતે ઇ/ચા પોલીસ અધીક્ષક જે.સી.કોઠીયા પાસેથી મંજુરી મેળવી આરોપીઓની તપાસમાં રવાના કરેલ.

અને બગવદર પોલીસ સ્ટેશનના પોલીસ જવાનોએ મધ્યપ્રદેશના ધાર જિલ્લાની હદ માંથી ટેકનીકલ સર્વેલન્સ તથા પોકેટકોપ તથા હયુમન સોર્સીસની મદદથી આ કામેના આરોપી (૧) ગોપાલ દશરીયા કાયરીયા ઉવ. ૩૪ રહે. મોગરબાવ તા.જી. ધાર (મધ્યપ્રદેશ) તથા (ર) ગોવિંદ સુખરામ સોલંકી ઉવ પરહે. ભીલખેડી ગામ તા. નાલસા જી. ધાર મધ્યપ્રદેશ વાળાને પકડી આરોપીના કબ્જા માંથી ફરીયાદીએ ફરીયાદમાં જણાવ્યા મુજબનો મુદામાલ (૧) ટ્રેકટર-૧ (૨) ટ્રોલી-૧ (૩) ખેતીના ઓજારો (૪) મોટર સાયકલ મળી કુલ રૂ.૪.૧૫૦૦૦/-નો મુદામાલ કબ્જે કરી આરોપીઓને બગવદર પોલીસ સ્ટેશન ખાતે લાવતા આરોપીઓના COVID-19 રીપોર્ટ કરાવી ધોરણસર અટક કરવામાં આવેલ છે. આમ બગવદર પોલીસ સ્ટેશન દ્વારા મધ્યપ્રદેશ ખાતેથી આરોપીઓને પકડી મુદામાલ કબ્જે કરી પ્રસંશનીય કામગીરી કરેલ છે.