પોરબંદર

પોરબંદરનાં યુવાનની હત્યા ધંધુકા નાં કિશન ભરવાડ ખૂન કેસના આરોપીઓ દ્વારા થવાની હોવાનું સામે આવતા યુવાન ની એડવોકેટ બહેને એ.ટી.એસ.ના તપાસનીશ અધિકારીને લેખિત રજૂઆત કરીને એક લઘુમતિ શખ્શ સામે કાર્યવાહી કરવા માંગ કરી હતી જે અનુસંધાને એસઓજી દ્વારા પોરબંદર નાં જાણીતા બિલ્ડર સહીત 11 શખ્સો ની પુછપરછ હાથ ધરાઈ છે.

પોરબંદર નાં સાજણ પુંજાભાઈ ઓડેદરા ની હત્યા નું કાવતરું ઘડાયું હોવાનું એટીએસ ની તપાસ માં સામે આવતા સાજણ નાં બહેન હીરલબેન કે જેઓ હાઇકોર્ટના એડવોકેટ છે.તેઓએ કિશન ભરવાડ હત્યા કેસના એ.ટી.એસ.ના તપાસનીશ અધિકારીને લેખિત રજૂઆત માં જણાવ્યું હતું.કે તેના ભાઇ સાજણની હત્યાનું કાવતરું ઘડીને ઓગસ્ટ મહિનામાં મૌલવી સહિતના લોકો પોરબંદર આવ્યા હતા.સાજણ પર હુમલાના કાવતરામાં પોરબંદરના એક મુસ્લિમ અગ્રણીની સંડોવણી હોવાનું પણ નામજોગ જણાવ્યું છે.અને વધુ માં એવું પણ જણાવ્યું છે કે પોરબંદરમાં અત્યારે અને ભૂતકાળમાં આતંકી કૃત્યો થયા તેમાં જે નામચીન શખ્શો સંડોવાયેલા છે.તે પૈકીનો એક શખ્શ શંકાસ્પદ છે અને તેણે જ કિશન ભરવાડ હત્યા કેસના આરોપીઓને પોરબંદર આશરો આપી વ્યવસ્થા કરી આપી હતી.અને અગાઉ પણ આ પ્રકારની અરજી કરવામાં આવી હતી.પરંતુ પોલીસે નક્કર કામગીરી કરી ન હતી.આ ઘટના સામાન્ય નથી.તેથી જે શખ્શનું નામ જણાવાયું છે.તેની સામે ગુન્હો નોંધવા રજૂઆત માં જણાવ્યું છે.

આમ સાજણ ઓડેદરાનાં બહેને એટીએસ ને લેખિત રજૂઆત કરી હતી.આથી તે અનુસંધાને એસઓજી દ્વારા ભાજપ લઘુમતી મોરચા નાં અગ્રણી ઇબ્રાહિમ સંધાર,સતાર મૌલાના,જાણીતા બિલ્ડર યુસુફ પૂંજાણી,યુસુફ નાં પુત્ર હામીદ, અમીન બાબી,હુસેનખાન મહમદ શેરવાની,મહમદ અબ્દુલ રસીદ જીંદા,સાજીદ અમીન ગીગાણી,અબ્દુલ કાદરખાન,ઉમરખાન પઠાણ ની પુરછપરછ હાથ ધરી છે.