બગવદર.

ભેટકડી ગામના ચાર લોકો પોરબંદર થી ભેટકડી જવા માટે કાર લઈને રામવાવ પાસેથી પસાર થઇ  રહ્યા હતા તે સમયે કિંદરખેડા રોડ ઉપરથી બે વ્યક્તિ સ્કુટી લઈ પોરબંદર જવા માટે પસાર થતા હતા  ત્યારે કાર સાથે અથડાતા કાર ચાલકે સ્કુટી ચાલકને બચાવવા જતાં કાર સામેની સાઈડમાં ખાડામાં ઊતરી ગયેલ.પરંતુ સ્કુટી કાર સાથે અથડાતા સ્કુટી  માં સવાર જીવાભાઇ ભોજાભાઇ ઓડેદરા રે. બોખીરા તેમજ તેમના ભાઈ કારાભાઇ ભોજાભાઇ ઓડેદરા રે. કડિયા પ્લોટ પોરબંદર વાળાઓને ઇજા થતાં તેઓને પોરબંદર ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવેલ.

જેમાં કારાભાઇ ભોજાભાઇ ઓડેદરા ને ગંભીર ઇજા થયેલ હોવાથી તેમને રાજકોટ સારવાર માટે ખસેડવામાં આવેલ છે. જ્યારે સ્વીફ્ટ કારમાં ભેટકડી ગામના ચાર વ્યક્તિઓ બેઠા હોય તેમાં રાજુભાઈ કેશુભાઈ કારાવદરા.પરબતભાઈ ગીગાભાઈ કારાવદરા.દીપુભાઈ સવદાસભાઈ કેશવાલા,પિયુષભાઈ અરજણભાઈ કેશવાલા રે તમામ ભેટકડી જેમાં ઉપરના ત્રણ વ્યક્તિઓને ઇજા થતાં તેમને સારવાર માટે પોરબંદર ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ.જ્યારે પિયુષભાઈ કેશવાલા ને કોઈપણ જાતની ઇજા થયેલ નથી.આ બનાવ ગઈકાલે સાંજે છ વાગ્યા પછી બનેલ હોય આસપાસના દુકાનદારો તેમજ વાડી વિસ્તારના ખેડૂતો દોડી જઇ તાત્કાલિક પોરબંદર 108માં સારવાર માટે ખસેડવામાં આવેલ.ઉપરાંત બગવદર પોલીસ પણ ઘટનાસ્થળે તાત્કાલિક દોડી જઇ તપાસ હાથ ધરેલ છે.
રિપોર્ટર ધીરુભાઈ નિમાવત બગવદર