પોરબંદર

પોરબંદર નાં ઘેડ પંથક ની જીવાદોરી સમાન ઓઝત મધુવંતી કોસ્ટલ કેનાલ મારફત બધા ગામડામાં એક સરખું પાણી ભરાતું ન હોવાથી સર્વે કરાવવા બળેજ ગ્રામ પંચાયત નાં સદસ્ય દ્વારા રજૂઆત કરાઈ છે.

બળેજ ગ્રામ પંચાયત નાં સદસ્ય ડાયાભાઇ ભીમાભાઇ ઉલવા એ ક્ષાર અંકુશ વિભાગ નાં કાર્યપાલક ઈજનેર ને કરાયેલી લેખિત રજૂઆત માં જણાવ્યું છે.કે મધુવંતી નદીમાંથી નીકળતી અને રાતીયા ગામે ઓઝત નદીમાં પુરી થતી કોસ્ટલ કેનાલ નું કામ પૂર્ણ થતા ગત ચોમાસા દરમ્યાન પુરી કેનાલમાં બંને બાજુથી પાણી ભરાવાથી આખી કેનાલ ચાલુ થઈ ગઈ છે.પરંતુ આ કેનાલ ઉપરનાં બધા ગામડાઓ તરફથી આખી કેનાલમાં પાણી એક સરખું ભરાતું નથી.અને ક્યાંક પાણીનાં લેવલમાં ઓછા વધતો ફેરફાર જોવા મળે છે.જેથી આ આખી કોસ્ટલ કેનાલ નો ફરીથી સર્વે કરાવી અને જ્યાં જ્યાં કેનાલનું ખોદાણ કામ બાકી હોય અથવા તો જ્યાં જ્યાં કેનાલમાં માટી ભરાયેલ હોય તો તેને આગળ નાં ચોમાસા પહેલા સર્વે કરાવી યોગ્ય કરવા રજૂઆત માં જણાવ્યું છે.