પોરબંદર

પોરબંદર દિલ્હી વચ્ચે આગામી ૨૭ એપ્રિલ થી વિમાનીસેવા શરુ થશે.૭૮ સીટર વિમાન અઠવાડિયા માં ત્રણ દિવસ ઉડાન ભરશે.

તાજેતર માં કોરોના કાળ ના બે વર્ષ બાદ પોરબંદર થી મુંબઈ વચ્ચે ની વિમાનીસેવા નો પ્રારંભ થયો હતો.ત્યારે હવે આગામી ૨૭ એપ્રિલ થી પોરબંદર થી દિલ્હી સુધીની વિમાનીસેવા પણ શરુ થશે.આ અંગે માહિતી આપતા એરપોર્ટ ડાયરેક્ટર યોગેન્દ્રસિંહ તોમરે જણાવ્યું હતું કે ૨૭ એપ્રિલ થી સ્પાઈસજેટ દ્વારા પોરબંદર દિલ્હી સુધીની વિમાનીસેવા નો પ્રારંભ કરવામાં આવશે.૭૮ સીટર વિમાન શરૂઆત માં અઠવાડિયા માં ત્રણ દિવસ દિલ્હીની ઉડાન ભરશે.

આ વિમાન દિલ્હી થી બપોરે 2 વાગ્યે ઉપડશે અને 4-૨૫ વાગ્યે પોરબંદર પહોંચશે.ત્યારબાદ પોરબંદર થી આ વિમાન સાંજે 4-૪૫ એ ઉપડશે અને સાંજે 7-૧૫ એ દિલ્હી પહોંચશે.દિલ્હી સુધી ની વિમાનીસેવા પોરબંદર ના નેવી કોસ્ટગાર્ડ સહિતની સુરક્ષા એજન્સી ના જવાનો,અધિકારીઓ,રાજકીય આગેવાનો ઉપરાંત વેપારીઓ ને ખુબ ઉપયોગી નીવડશે. ઉલ્લેખનીય છે કે દિલ્હી સુધીની વિમાનીસેવા અંગે અગાઉ સાંસદ રમેશભાઈ ધડુકે રજૂઆત કરી હતી જેને સફળતા મળી છે.દિલ્હી સુધી ડાયરેક્ટ ફ્લાઈટ શરુ થવા ના સમાચાર મળતા શહેરીજનો માં પણ ખુશી જોવા મળે છે.