પોરબંદર

પોરબંદર જીલ્લા માં ૧૮૧ અભયમ હેલ્પલાઇન દ્વારા ગત વર્ષ માં ૧૬૧૨ મહિલાઓ ને વિવિધ રીતે મદદ કરવામાં આવી હતી જેમાં ૨૬૬ બનાવો માં થ સ્થળ પર જ સમાધાન કરાવવામાં આવ્યું હતું

પોરબંદર માં મહિલાઓને ઘરેલુ હિંસા સહિતની વિવિધ પ્રકારની હિંસા તેમજ મુશ્કેલીની બાબતમાં તાત્કાલિક ધોરણે બચાવ અને સલાહ સુચન માર્ગદર્શન ઉપરાંત મહિલાલક્ષી યોજનાઓની જાણકારી મળી રહે તે માટે ૮ માર્ચ ૨૦૧૫ ને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ થી ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈન શરુ કરવામાં આવી હતી.કાઉન્સિલર રીના દિહોરા એ આપેલ માહિતી મુજબ વર્ષ ૨૦૨૧ દરમ્યાન ૧૮૧ ‘અભયમ’ મહિલા હેલ્પ લાઈન દ્વારા જીલ્લા કુલ ૧૬૧૨ મહિલાઓને જરૂરિયાત મુજબ સલાહ- સુચન, માર્ગદર્શન અને બચાવ, પુરું પાડવામાં આવ્યું છે. તેમાં ૧૧૪૦ મહિલાઓ ને ટેલીફોનિક પરામર્શ કરી સમસ્યાનુ સામાધાન કે યોજના વિશેની કે અન્ય માહિતિ આપવામાં આવી હતી તેમજ તાકીદની પરીસ્થિતિમાં ઘટના સ્થળ ઉપર અભયમ રેસક્યુવાન સાથે કાઉન્સિલરે જઇને ૪૭૨ મહિલાઓને મદદ પુરી પાડી હતી. અને ૨૬૬ કિસ્સામાં સ્થળ ઉપર જ સમાધાન કરી કેસનો નિકાલ કરાયો હતો.તો ૨૦૧ મહિલાઓના ગંભીર પ્રકારના કિસ્સામાં ઘટના સ્થળ ઉપર જઈને રેસક્યું વાન દ્વારા રેસક્યું કરીને લાંબાગાળાના કાઉન્સિલિંગ તેમજ અન્ય મદદ માટે સરકારની અન્ય સંસ્થાઓ સુધી પહોચાડવામાં આવેલ હતા.

ઉલ્લેખનીય છે કે ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન ગુજરાત સરકાર દ્રારા મહિલા સશક્તિકરણના ક્ષ્રેત્રમાં એક ખુબ મહત્વની સેવા તરીકે સાબિત થઈ છે.આ સેવાથી મહિલાઓને કટોકટીની પળોમાં તાત્કાલીક પ્રતિસાદ આપી મુંઝવણ અને મુશ્કેલ પરિસ્થિતિમાં એક સ્વજનની જેમ સાથે રહી મહિલાને મદદ મળતી હોવાથી ગુજરાતની મહિલાઓમાં અનેરો વિશ્વાસ પ્રસ્થાપિત કર્યો છે.

 ૧૮૧ હેલ્પલાઇનની વિશેષતા:
• મહિલાઓ સામે થતી ઘરેલું કે અન્ય પ્રકારની હિંસા, દુર્વ્યવહાર કે છેડતી જેવી ઘટના વખતે તાત્કાલિક બચાવ અને સલાહ-સુચનની કામગીરી હાથ ધરવી અને મુશ્કેલ પરિસ્થિતિમાં મુકાયેલ મહિલાને તાત્કાલિક સહાય આપી છે.
• ૧૦૮ની સેવા તેમજ ટેકનોલોજી નો ઉપયોગ કરી ૨૪ કલાક સેવાઓ આપતી હેલ્પ લાઈન કાર્યરત કરેલ છે.
• પીડિત મહિલાને ટૂંકા ગાળા અને લાંબા ગાળાનું કાઉન્સેલિંગ અને માર્ગદર્શન પૂરું પાડવું.
• મહિલાલક્ષી વિવિધ સરકારી યોજનાઓની પ્રાથમિક માહિતી પૂરી પાડવી.

 મહિલાઓ આ સેવા અંતર્ગત મુખ્યત્વે નીચે મુજબની સેવાઓ મેળવી શકે છે.
• ફોન ઉપર જરૂરી માહિતી, માર્ગદર્શન, કાઉન્સેલિંગ વી. ની માહિતી કોઈ મહિલા ઉપર કોઈ હિંસા થઇ રહી હોય તો તેને તાત્કાલિક તેમાંથી બચાવવા માટે રેસ્ક્યુ ની સેવા
• જરૂરી માહિતીમાં સ્થાનિક સ્તરે ઉપલબ્ધ વિવિધ સરકારી સેવાઓ જેવીકે મહિલા પોલીસ સ્ટેશન, વન સ્ટોપ સેન્ટર, મફત કાનૂની સહાય સેવાઓ, કાઉન્સેલિંગ સેન્ટર, સ્વયંસેવી સંસ્થાઓ, મહિલા અને બાલ વિકાસ અધિકારી, સમાજ સુરક્ષા અધિકારી, મહિલા આયોગ,નારી સંરક્ષણ ગ્રુહ વી. મહત્વના માળખાઓની સંપર્ક માહિતી તેમજ કોન્ફરંસ દ્વારા સીધૂ જોડણ કરવામાં આવે છે. સાથેજ, સરકારશ્રી દ્વારા મહિલાઓના વિકાસ માટે શરુ કરવામાં આવેલ વિવિધ યોજનાઓ અને તે મેળવવા માટેના સ્થાનિક સંપર્કની માહિતી આપવામાં આવે છે.
 કયા કયા પ્રકારની હિંસા સામે મહિલાને મદદ મળી શકે?

• મહિલા સાથે થતી હિંસા (શારીરિક, જાતીય, માનસિક, આર્થિક, કાર્યના સ્થળે, પ્રજોત્પત્તિને લગતી બાબતો)
• શારીરિક તેમજ માનસિક આરોગ્યને લગતી સેવાઓ
• લગ્ન જીવન તેમજ અન્ય સંબંધોના વિખવાદો
• જાતીય તેમજ બાળ જન્મને લગતી બાબતો
• કાનૂની જોગવાઈઓની પ્રાથમિક માહિતી
• માહિતી (કાર્યક્રમો, યોજનાઓ, સેવાઓ)
• આર્થીક ઉપાર્જન, વ્યવસાયને લગતા પ્રશ્નો

રાજ્યની મહિલાને મુશ્કેલીની સ્થિતિમાં ઝડપથી ત્વરિત મદદ મળી રહે તે માટે અધ્યતન ટેક્નોલૉજીનો ઉપયોગ કરીને સમગ્ર ભારતમાં પહેલી કહિ શકાય તેવી ઇન્ટીગ્રેટેડ ૧૮૧ અભયમ મોબાઈલ એપ્લિકેશન તા ૬ ઓગસ્ટ, ૨૦૧૮ ના રોજ લોન્ચ કરવામાં આવેલ છે.