પ્રતીકાત્મક તસ્વીર

પોરબંદર

પોરબંદર જીલ્લા માં ૧૫ થી ૧૮ વર્ષ ની વય ધરાવતા લોકો ને કોરોના વેક્સીનેસન કામગીરી આજ થી શરુ કરવામાં આવશે.જેમાં પ્રથમ દિવસે ૩૨ સ્થળો એ ૫૬૯૨ લોકો ને રસી આપવામાં આવશે.અને આગામી 5 દિવસ માં ૨૦૨ સેશન માં કામગીરી પૂર્ણ કરવા તંત્ર દ્વારા આયોજન કરાયું છે.

પોરબંદર સહીત રાજ્યભર માં વિદ્યાર્થીઓ માં પણ કોરોના સંક્રમણ વધી રહ્યું છે.ત્યારે ૧૫ થી ૧૮ વર્ષ ની વય ના લોકો ને કોરોના પ્રતિરોધક રસી આપવા માટે જીલ્લામાં આજે તા.3 થી 7 જાન્યુઆરી દરમિયાન ખાસ અભિયાન હાથ ધરાશે.આ અંગે માહિતી આપતા ઇન્ચાર્જ ડીડીઓ સંજયભાઈ ધાનાણીએ જણાવ્યું હતું કે જીલ્લા માં ૧૫ થી ૧૮ વર્ષ ની વય ધરાવતા લોકો ની કુલ સંખ્યા ૨૮૬૦૬ છે.જેમાં પ્રથમ દિવસે આરોગ્ય કેન્દ્રો ઉપરાંત કેટલીક શાળાઓ અને આઈટીઆઈ સહીત ૩૨ સ્થળો એ ૫૬૯૩ લોકો ને કોરોના વેક્સીન આપવાનું આયોજન કરાયું છે.

આવતીકાલે તા 4 ના રોજ ૩૧ સ્થળો એ ૫૧૮૨ લોકો ને,તા 5 ના રોજ ૩૭ સ્થળો એ ૫૯૦૨ લોકો ને,તા 6 ના રોજ ૭૮ સ્થળો એ ૫૩૦૧ લોકો ને અને તા 7 ના રોજ ૨૪ સ્થળો એ બાકી રહેતા ૬૫૨૮ લોકો ને કોરોના ની રસી આપવામાં આવશે.આમ તા 7 સુધી માં ૨૦૨ સેશન માં તમામ ૨૮૬૦૬ લોકો ને વેક્સીન આપવાનું આયોજન કરાયું છે.આ રસીકરણ અભિયાનમાં શાળાઓ,આઈટીઆઈ કે શાળાએ ન જતા બાળકોને પણ આવરી લેવાશે.ઉપરાંત દિવ્યાંગ સંસ્થાઓ, અનાથાશ્રમો તથા માનસિક રીતે અસ્વસ્થ હોય તેવા બાળકોને સાચવતી સંસ્થાઓને પણ આવરી લેવાશે.

રસી માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન ઉપરાંત ઓન સાઈટ પણ રજીસ્ટ્રેશન કરવામાં આવશે.આ સ્થળો એ જે લોકો એ કોવેક્સીન નો બીજો ડોઝ લેવાનો છે.તે પણ લઇ શકશે.રસી લેવા આવનાર કિશોરોએ આધારકાર્ડ અથવા ઓળખનો પુરાવો સાથે રાખવાનો રહેશે.સરકાર દ્વારા જિલ્લામાં કિશોર કિશોરીઓને વેકશીન માટે 17 હજાર કોવેકશીનનો ડોઝ ફાળવ્યો છે.વેક્સીન લેવા માટે વાલીઓ ની સંમતી ની જરૂર નથી.ઉપરાંત મોબાઈલ ન હોય તેવા કિશોરો ને પણ વેક્સીન મળે તે માટે માતા,પિતા,મિત્ર અથવા શિક્ષકનો મોબાઈલ નંબર પણ ચાલશે.હાલ માં એક મોબાઈલ નં પર થી વધુ માં વધુ 4 લોકો રસી લઇ શકે છે.પરંતુ ૧૫ થી ૧૮ વય ના લોકો માટે શિક્ષકોના મોબાઈલ નંબર પર થી રજીસ્ટ્રેશન કરાવી શકે તે માટે પોર્ટલ પર સ્પેશિયલ સેશન ક્રિયેટ કરવામાં આવશે.જેથી એક શિક્ષકનો મોબાઈલ નંબર પરથી વધુ બાળકો રજિસ્ટ્રેશન કરી શકશે.